મુથુટ ફિનકોર્પે SBI પાસેથી NCDના પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ. 200 કરોડ એકત્રિત કર્યા
ત્રિવેન્દ્રમ, 136 વર્ષ જૂના મુથૂટ પપ્પાચન ગ્રૂપ (મુથૂટ બ્લુ)ની ફ્લેગશિપ કંપની મુથૂટ ફિનકોર્પ લિમિટેડે (“કંપની”) પ્રાઇવેટ પ્લેસમેન્ટ હેઠળ એનસીડીમાં દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રૂ. 1 લાખની ફેસ વેલ્યુના દરેક એનસીડી માટે રૂ. 200 કરોડના રોકાણની જાહેરાત કરી છે.
આ ઇશ્યૂના મેચ્યોરિટી/કાર્યકાળના વિકલ્પો પાંચ વર્ષ છે અને વ્યાજની ચૂકવણી અર્ધવાર્ષિક પ્રમાણે થશે. સુરક્ષિત જારી કરાયેલ એનસીડીને ક્રિસિલ દ્વારા AA-/ સ્થિર તરીકે રેટ કરવામાં આવે છે અને બીએસઈના ડેટ માર્કેટ સેગમેન્ટમાં લિસ્ટેડ છે.
“મુથુટ ફિનકોર્પ માટે વિશ્વાસ અને અખંડિતતા મુખ્ય છે. અમે ખુશ છીએ કે ભારતની સૌથી મોટી બેંકે જારી કરાયેલ એનસીડીમાં રોકાણ કર્યું છે અને આમાંથી મળેલી રકમનો ઉપયોગ આગળના ધિરાણ, વ્યવસાયિક કામગીરી અને વધુ વિસ્તરણ અને વૃદ્ધિ યોજના માટે કરવામાં આવશે. અમે અમારા ગ્રાહકોની લાઇફ સાઇકલની જરૂરિયાતોને પહોંચી વળવા નવીન પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ લાવવાનો વધુ પ્રયત્ન કરીશું.
આજે હું અમારા લાખો ગ્રાહકોનો આભાર માનું છું કે તેઓનો વિશ્વાસ અને આટલા વર્ષો દરમિયાન અમને ટેકો આપવાનું ચાલુ રાખ્યું અને સામાન્ય માણસની જરૂરિયાતો પૂરી કરવામાં અને નાણાંકીય સમાવેશને સક્ષમ કરવામાં મદદ કરી છે” એમ મુથુટ ફિનકોર્પના સીઈઓ શ્રી શાજી વર્ગીસે જણાવ્યું હતું.
મુથુટ ફિનકોર્પ સમગ્ર ભારતમાં તેની 3,600થી વધુ શાખાઓ સાથે દેશના દરેક ઘરના નાણાંકીય સમાવેશના લક્ષ્ય તરફ કામ કરે છે. અમારી કેટલીક ઓફરિંગમાં ગોલ્ડ લોન, વ્યાપર મિત્ર બિઝનેસ લોન, ટુ-વ્હીલર લોન, યુઝ્ડ કાર લોન, હોમ લોન, પ્રોપર્ટી સામે લોન, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મની ટ્રાન્સફર, ફોરેન એક્સચેન્જ, ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ અને સર્વિસીઝ, વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીઝ અને અન્યનો સમાવેશ થાય છે.