ગુજરાત વિદ્યાસભા સંસ્થાને 175 વર્ષ પૂર્ણ થતાં ‘વિદ્યાજ્ઞાન પર્વ’ કાર્યક્રમનું આયોજન
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત વિદ્યાસભા સંસ્થાને 175 વર્ષ પૂર્ણ થવા પ્રસંગે અમદાવાદ ખાતે આયોજિત ‘વિદ્યાજ્ઞાન પર્વ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત વિદ્યાસભાના અધ્યક્ષ-ટ્રસ્ટીગણ, અન્ય મહાનુભાવો તથા પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન શરૂ કરેલ અનેક ક્રાંતિકારી પહેલથી સમાજજીવનમાં મોટો બદલાવ આવેલ છે. તેમણે વિદ્યાસભાની પ્રવૃત્તિઓને વેગ આપવા રાજ્ય સરકારના પૂર્ણ સહયોગની ખાતરી આપવાની સાથોસાથ સાંસ્કૃતિક-સાહિત્યિક-ભાષાકીય વારસાનું ગૌરવ સાચવવા સહિયારા પ્રયાસો માટે સૌને અપીલ કરી હતી.
ગુજરાત વિદ્યાસભાના 175મા વિદ્યાજ્ઞાન પર્વ:
વિકસિત ભારતના પંચ પ્રણ પૈકી સાહિત્યિક વારસાનું જતન વિદ્યાસભા કરી રહી છે,
ગુજરાતીઓને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું જોઈએ,
રાજ્ય સરકારે ગુજરાતી ભાષાનું મહત્ત્વ સમજી ધો.૧થી ૮માં ફરજિયાત બનાવ્યુંઃ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ #Gujarat #Gujarati pic.twitter.com/FZFokEz0tO— Parul R Raval (@Parul_Raval17) December 26, 2023