દેશના છ રાજ્યોમાં કરોનાના નવા વેરિયન્ટનો પગપેસારો, ત્રણનાં મોત
નવી દિલ્હી, દેશમાં એકતરફ થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે, તો બીજીતરફ કોરોના વાયરસના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૬ રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.૧નો પગપેસારો થઈ ગયો છે, જેના કારણે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ ચિંતિત બની ગઈ છે.
નવા વેરિયન્ટના રોજબરોજ કેસો વધી રહ્યા છે, સોમવારે પણ વધુ ૬૯ કેસો સામે આવ્યા છે. જ્યારે રવિવારે ૬૩ કેસો નોંધાયા હતા. મોટાભાગના સંક્રમિત દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે.
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ સકારાત્મક કેસોની સંખ્યા વધીને ૪૧૭૦ પર પહોંચી છે. સૌથી વધુ કર્ણાટકમાં ૩૪ કેસ, મહારાષ્ટ્રમાં ૯, ગોવમાં ૧૪, કેરળમાં ૬, તમિલનાડુમાં ૪ અને તેલંગણામાં ૨ કેસ નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૯૩ દર્દીઓ સાજા થયા છે. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ જેએન.૧ના કુલ ૬૬ દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે.
દેશમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે. જાેકે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના પૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ.સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, હાલ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ચિંતાનો વિષય નથી. તેમણે કહ્યું કે, લોકો ખુલ્લા વાતાવરણમાં રહે અને માસ્ક વગર નાદુસ્ત લોકોને મળવાનું ટાળે.
દેશમાં જેએન.૧ સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો.
નવો વેરિયન્ટ ઓમિક્રોન (ઓમિક્રોન)નો સબ-વેરિયન્ટ બીએ.૨.૮૬માંથી ઉદભવ્યો છે. ૨૦૨૨ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ બીએ.૨.૮૬ જ હતો. બીએ.૨.૮૬ વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, બીએ.૨.૮૬માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ જેએન.૧ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, જેએન.૧ ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલએ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે. SS2SS