Western Times News

Gujarati News

સાલારની રિલિઝના ત્રીજા દિવસે ૯૫.૨૪ કરોડની કમાણી

નવી દિલ્હી, રણબીર કપૂર સ્ટારર ‘એનિમલ’ના બોક્સ ઓફિસ પર તોફાન બાદ બે મોટા સુપરસ્ટારની ફિલ્મો રિલીઝ થઈ. ગત અઠવાડિયે પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ બેક ટૂ બેક ફ્લોપ થયા બાદ ‘સાલાર’ લઈને આવ્યો. બીજી તરફ ૨૦૨૩માં પઠાણ અને જવાન જેવી બે બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ શાહરૂખ ખાને ડંકી સાથે વર્ષની ત્રીજી રિલીઝ આપી.

બંને જ ફિલ્મોના ઓડિયન્સ અલગ-અલગ છે. આંકડામાં બાહુબલી સ્ટાર પ્રભાસ આગળ ચાલી રહ્યો છે. ‘સાલાર’ સાથે તેણે જાેરદાર કમબેક કર્યું છે. ફિલ્મ વર્લ્ડવાઈડ માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. મેકર્સ અને ફિલ્મના લીડ એક્ટર પૃથ્વીરાજ સુકુમારને ફિલ્મની રેકોર્ડ બ્રેકિંગ કમાણીના આંકડા શેર કર્યા છે.

આ આંકડા પ્રમાણે ત્રણ દિવસમાં ‘સાલાર’ એ ગ્લોબલી ૪૦૨ કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધુ છે. ‘સાલાર’એ ત્રીજા દિવસે એટલે કે, રવિવારે ૯૫.૨૪ કરોડની શાનદાર કમાણી કરી છે. ક્રિસમસ વીકેન્ડ પર ફિલ્મની કમાણીમાં જાેરદાર ઉછાળો જાેવા મળશે.ઈન્ડિયામાં પ્રભાસની ફિલ્મે ત્રીજા દિવસે ૬૨ કરોડની કમાણી કરી છે. ડોમેસ્ટિક માર્કેટમાં સાલાર ૨૦૯ કરોડની કમાણી કરી ચૂકી છે.

ફિલ્મ ડંકીની વાત કરીએ તો શાહરૂખ ખાનની ફિલ્મે વર્લ્ડવાઈડ માર્કેટમાં ૪ દિવસમાં ૨૦૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મે ચોથા દિવસે ૫૨.૭૮ કરોડની કમાણી કરી હતી. ડંકીએ ડોમેસ્ટિક માર્કેટમાં રૂ. ૧૦૬.૪૩ કરોડનો આંકડો પાર કરી લીધો છે. ભારતમાં ચોથા દિવસે તેની કમાણી લગભગ ૩૧ કરોડ રૂપિયા થઈ છે.

ડંકીની કમાણી સાલારની સરખામણીમાં ઓછી છે.શાહરૂખ ખાન જવાન અને પઠાણ જેટલી ધમાલ આ ફિલ્મમાં નથી મચાવી રહ્યો પરંતુ ક્રિટિકલી ફિલ્મની પ્રશંસા કરવામાં આવી છે. ડંકી ઈમોશનલ ફિલ્મ છે. જે સોશિયલ મેસેજ પણ આપે છે. બીજી તરફ સાલાર માસ એક્શન એન્ટરટેનર છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.