દ્વારકા-પાવાગઢમાં વહેલી સવારથી માઈ ભક્તોની ભીડ ઉમટી
દ્વારકા, રાજ્યમાં આજે માગશર પૂર્ણિમાના દિવસે મંદિરોમાં ભક્તોનુ ધોડાપુર ઊમટ્યું છે. આજે યાત્રાધામ દ્વારકા અને યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી પરોઢથી ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં આજે પૂર્ણિમાના દિવસે ભકતોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું તો યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમને લઈ વહેલી સવારથી ભક્તો ઉમટ્યા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
ગુજરાતમાં ફુલગુલાબી ઠંડી વચ્ચે પણ શ્રદ્ધાળુઓ પૂનમ ભરવા મંદિરોમાં પહોંચ્યા છે. આજે દ્વારકામાં ભગવાન કાળિયા ઠાકરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો વહેલી સવારથી જ મંદિર પરિસરની બહાર લાંબી કતારોમાં જાેવા મળ્યા હતા. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં ભકતોએ સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
આ તરફ યાત્રાધામ પાવાગઢમાં પણ ભક્તો મહાકાળી માતાજીનાં દર્શને પહોંચ્યા હતા. આજે માગશર સુદ પૂનમના દિવસે કડકડતી ઠંડી વચ્ચે પણ માઈભક્તો પૂનમ ભરવા પાવાગઢ પહોંચ્યા હતા. યાત્રાધામ પાવાગઢ ખાતે પૂનમને લઈ વહેલી સવારથી ભક્તો ઉમટ્યા અને ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી SS3SS