સુપ્રીમ કોર્ટના જજે દ્વારકામાં કાનૂની સહાયતા કેન્દ્રની કામગીરીને બિરદાવી
ખંભાળીયા, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયાના જસ્ટીસ પંકજ મીથલે દ્વારકાના જગત મંદીર ખાતે સ્થાપવામાં આવેલ હેલ્થ ડેસ્કની મુલાકાત લીધી ડીએલએસએ દેવભુમી દ્વારકા દ્વારા કાનુની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ દેવભુમી દ્વારકા દ્વારા દ્વારકાના જગત મંદીર ખાતે હજારોની સંખ્યામાં આવતા દર્શ્નાથીઓઅને કાનુની સહાય મળી રહે અને તે માટે કાનુની સહાયતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે.
આ કાનુની સહાયતા કેન્દ્રની સુપ્રીમ કોર્ટે ઓફ ઈન્ડીયાના જસ્ટીસ પંકજ મીથલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેમણે આ હલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા પેરા લીગલ વોલેન્ટર્સ તથા કોર્ટના રજીસ્ટ્રાર સાથે વાતચીત કરી દ્વારકાધીશ મંદીર ખાતે આવતા દેશભરના દર્શનાથીઓને પુરી પાડવામાં આવતી કાનુની સહાય અંગેની માહિતી મેળવી હતી.
જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, દેવભુમી દ્વારકા દ્વારા જીલ્લામાં કરવામાં આવતી કાનુની સેવા અંગેની કામગીરી વિશેની માહિતી મેળવી લોકોમાં કાનુની જાગૃતિ લાવવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસોની પ્રશંસા કરી હતી, તે અંગેના તેમના અનુભવોની નોધ કરી હતી. આ મુલાકાત દરમ્યાન દ્વારકાધીશ મંદીરના વહીવટદાર, મંદીર સુરક્ષાના ડીવાયએસપી, ડીએલએસએના ચેરમેન સમીર વ્યાસ વતી હાજર રહેનાર તાલુકા કાનુની સેવા સમીતીના ઉદયપાલસિંહ જાડેજા, પી.એલ.વી. કિશન કેર હાજર રહયાં હતાં.