મમતા બેનર્જી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી અળગા રહે તેવી શક્યતા
નવી દિલ્હી, અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારી પુરજાેશમાં ચાલી રહી છે અને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા નેતાઓ, ક્રિકેટરો તેમજ અનેક મોટી હસ્તિઓને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનું નામ પણ સામેલ છે ત્યારે હવે સામાચાર આવી રહ્યા છે કે તૃળમૂલ કોંગ્રેસની આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી દૂર રહેવાની શક્યતા છે.
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આગામી ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે જેમાં પ્રધાનમંત્રી મુખ્ય અતિથિ છે જેના હાથે ભાગવાન રામ લલ્લાની મૂર્તિને સ્થાપિત કરવામાં આવશે. આ માટે યોગી સરકાર પુરજાેશ તૈયારી કરી રહી છે અને આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવા માટે દેશના તમામ મોટા નેતા, વિવિધ દિગ્ગજાેને આમંત્રણ આપવામાં આવ્યું છે જેમાં પશ્ચિમ બંગાળનામુખ્યમંત્રી પણ સામેલ છે ત્યારે સુત્રોમાંથી સમાચાર મળી રહ્યા છે કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે નહીં.
જાે કે હજુ સુધી ટીએમસીએ સત્તાવાર રીતે ર્નિણયની જાહેરાત કરી નથી પરંતુ નજીકના સુત્રોએ જણાવ્યુ હતું કે પાર્ટી ભાજપ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો ઉપયોગ આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પ્રચાર માટે સ્પ્રિંગબોર્ડ તરીકે ઉપયોગ કરવા માંગે છે. આ ભવ્ય ઉત્સવ માટે ઉદ્યોગપતિઓ, વૈજ્ઞાનિકો, અભિનેતાઓ, સૈન્ય અધિકારીઓ અને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારો તેમજ તિબેટના આધ્યાત્મિક નેતા દલાઈ લામા, યોગ ગુરુ બાબા રામદેવ, ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, રિલાયન્સના મુકેશ અંબાણી, અભિનેતા અમિતાભ બચ્ચન, રજનીકાંત, માધુરી દીક્ષિત નેને, અરુણ ગોવિલ, જેઓ રામાનંદ સાગરની ફિલ્મ રામાયણમાં રામનો રોલ કરનાર અરુણ ગોવિલ, દિગ્દર્શક મધુર ભંડારકર, ગીતકાર પ્રસૂન જાેશી અને સહિત અનેક મહાનુભવોનો મહેમાનોની યાદીમાં સમાવેશ થાય છે. SS2SS