Western Times News

Gujarati News

મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવાયો

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે આજે મુસ્લિમ લીગ જમ્મુ કશ્મીર-મસરત આલમ સંગઠન પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે આ કાર્યવાહી ગેરકાનૂની પ્રવૃતિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ કરી છે. આ સંગઠન પર આરોપ છે કે તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને આતંકી સંગઠનોને સમર્થન આપી રહ્યા હતા.

આ અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પોતાના સોશિયલ મીડિયા પર આપી હતી.
અમિત શાહે એક્સ (અગાઉનું ટિ્‌વટર) પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સંગઠન અને તેના સભ્યો જમ્મુ-કાશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃતિઓમાં સામેલ છે અને આતંકવાદી પ્રવૃતિઓને સમર્થન આપીને જમ્મુ -કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત કરવા માટે લોકોને ઉશ્કેરે છે.

સરકારનો સંદેશ સપષ્ટ છે કે આપણા રાષ્ટ્રની એકતા, સાર્વભૌમત્વ અને અખંડિતતા વિરુદ્ધ કાર્ય કરનારા કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીર (મસરત આલમ ગ્રુપ)નું નેતૃત્વ મસરત આલમ ભટ કરે છે. આ સંગઠન તેના રાષ્ટ્રવિરોધી અને પાકિસ્તાનના સમર્થનના પ્રચાર માટે જાણીતું છે અને તે જમ્મુ કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માંગે છે જેથી જમ્મુ કાશ્મીર પાકિસ્તાનમાં ભળી જાય અને કાશ્મીરમાં ઈસ્લામિક શાસન સ્થાપિત થઈ શકે.

આ સંગઠનના સભ્યો જમ્મ-કાશ્મીરમાં અલગતાવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે અને તેમના નેતા સેના પર પથ્થમારો સહિત અનેક આતંકવાદી પ્રવૃતીઓને સમર્થન આપે છે. આ સંગઠન પાકિસ્તાન અને તેના પ્રોક્સી સંગઠનો સહિત વિવિધ સ્ત્રોતોમાંથી નાણા એકત્રિત કરે છે.

મસરત આલમ વર્ષ ૨૦૨૦માં ખીણમાં પ્રો-આઝાદી પ્રોટેસ્ટનો મુખ્ય ઓયોજકોમાંનો એક હતો. આ દરમિયાન દેખાવ બાદ આલમની કોઈ અન્ય નેતા સાથે ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦૧૫માં મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જ પીડીપી અને ભાજપના ગઠબંધનમાં તિરાડ પડી હતી. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.