Western Times News

Gujarati News

ભારતે પ્રથમવાર યુએઈ પાસેથી ઓઈલ ખરીદવા રૂપિયાનો ઉપયોગ કર્યો

નવી દિલ્હી, ભારતે પ્રથમ વખત સંયુક્ત આરબ અમીરાત પાસેથી તેલ ખરીદવા માટે રૂપિયાનો ઉપયોગ કર્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. ભારત વિશ્વમાં તેલના વપરાશમાં ત્રીજા ક્રમે છે ત્યારે તે રૂપિયામાં તેલની ખરીદારીને પ્રોત્સાહન આપવા માંગે છે. જેથી તે અન્ય દેશો પાસેથી આ રીતનો સોદો કરી શકે. ભારત કાચા તેલની ખરીદી માટે ત્રણ સ્તરીય રણનીતિ અપનાવી રહ્યું છે.

જેમાં જેટલું થઈ શકે એટલું સસ્તું તેલ ખરીદવું, અન્ય તેલ ઉત્પાદક કરતા દેશો પાસે ખરીદવું અને રશિયન તેલ પર લાગેલા ૬૦ ડોલર પ્રતિ બેરલ પ્રાઇસ કેપ જેવા કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધનો ભંગ ન કરવું સામેલ છે.
ભારતની આ ત્રણ સ્તરીય રણનીતિને કારણે અબજાે ડોલર બચાવવામાં મદદ થઈ છે. કેમ કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ ભારતે રશિયા પાસેથી ખરીદવાનો શરૂ કર્યું હતું જેનાથી વધારે નફો થયો છે.

આ સાથે જ ભારત હવે ડોલરની અદલાબદલીમાં થનારા ખર્ચથી બચવા માટે રૂપિયામાં વ્યાપારને પ્રોત્સાહન આપવા માંગે છે. ભારતે જુલાઈમાં યુએઈ સાથે રૂપિયામાં વ્યાપાર કરવા માટેના કરાર પર સહી કરી હતી. જેના તરત બાદ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને અબુધાબી નેશનલ ઓઈલ કંપની પાસેથી દસ લાખ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી માટે રૂપિયામાં ચુકવણી કરી હતી.

ભારતે રશિયા પાસેથી અમુક જથ્થામાં ક્રૂડ ઓઈલ ખરીદવા માટે પણ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. જાે કે, રશિયા સાથે રૂપિયામાં વેપાર અંગેની વાતચીત આગળ વધી નથી. અધિકારીઓનું કહેવું છે કે યુએસ ડોલરનો ઉપયોગ દાયકાઓથી વિદેશી વેપાર માટે કરવામાં આવે છે, પરંતુ હવે ભારત ડોલરનો ઉપયોગ ઘટાડવા અને ભારતીય રૂપિયામાં વેપારને પ્રોત્સાહન આપવા માંગે છે.

ભારતે રૂપિયામાં વેપાર કરવા માટે મન બનાવી દીધું છે. ભારતની કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂપિયામાં વિદેશી વેપારને પ્રોત્સાહન આપવા માટે ગયા વર્ષથી એક ડઝનથી વધુ બેંકોને ૧૮ દેશો સાથે રૂપિયામાં વેપાર કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ ભારતે યુએઈ અને સાઉદી અરેબિયાને જેવા મોટા તેલ નિકાસકારોને રૂપિયામાં ચુકવણી કરવાનું કહ્યું છે.

અધિકારીએ કહ્યું કે ભવિષ્યમાં આવા વધુ સોદા કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે રૂપિયામાં વેપાર અંગે કોઈ લક્ષ્ય નક્કી કરી શકાય નહીં કારણ કે ચલણનું આંતરરાષ્ટ્રીયકરણ એ એક લાંબી પ્રક્રિયા છે જે રાતોરાત થઈ શકતી નથી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આપણે ધ્યાન રાખવું પડશે કે આનાથી રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટ ખર્ચમાં વધારો ન થાય અને તે કોઈપણ રીતે વેપાર માટે હાનિકારક ન બને.’

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે નાની ચુકવણી દરમિયાન કોઈ વાંધો આવતો નથી પરંતુ જયારે લાખો કરોડો ડોલરના તેલની ચુકવણી રૂપિયામાં કરવાની થાય ત્યારે સમસ્યા સર્જાઈ શકે છે. રૂપિયામાં ચુકવણી વધે તો ભારતીય અર્થતંત્ર પર ડોલરની અસર ખાળવામાં મદદ મળી શકે છે તેવું અન્ય અધિકારીએ જણાવ્યું હતું. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.