તમારા શરીરમાં ડાકણ છે એને કાઢવા માટે સાંકળના સપાટા મારવા પડશે
તાપીમાં અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો
ઢોર મારને કારણે સગીરાની આંખ અને પીઠ પર ઈજા થઈ હતી, આ બનાવ અંગે વાલોડ પોલીસ મથક પર મહિલાઓ પહોંચી હતી
તાપી, રાજ્યમાં ફરીથી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યુ છે. તાપીના વાલોડ તાલુકાના બુહારી ગામના ભૂવાએ ૧૫ વર્ષની સગીરા સહિત પાંચ મહિલાઓને સાંકળથી માર માર્યો છે. પીડિતોએ આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી પરંતુ ૧૦ હજાર આપીને સમાધાન કરી લીધાનું પણ સામે આવ્યુ છે.
આ કેસમાં સગીરાની આંખ અને પીઠના ભાગે ઈજા થઈ હતી. આ કેસમાં આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, વાલોડ તાલુકાના બુહારી ગામનો ભૂવો અને એમની સાથે અંધાત્રીનો સાગરિત પૂજા વિધિ માટે ભેગા થયા હતા. જ્યાં ૧૫ વર્ષની બીમાર સગીરા અને માતા અને બીજી ત્રણ યુવતી મળીને પાંચ લોકો પર અત્યાચાર ગુજારાયો હતો.
આ મહિલાઓએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે, ભૂવાએ તેમને કહ્યુ કે, તમારા શરીરમાં ડાકણ છે. અને તે બાદ સાંકળથી માર માર્યો હતો. ઢોર મારને કારણે સગીરાની આંખ અને પીઠ પર ઈજા થઈ હતી. આ બનાવ અંગે વાલોડ પોલીસ મથક પર મહિલાઓ પહોંચી હતી. બાદમાં બંને પક્ષોને બોલાવી સમાધાન થયુ હોવાની પણ ચર્ચા છે. વાલોડ તાલુકાના બુહારી ગામનો ભૂવો અને એમની સાથે અંધાત્રીના બની બેઠેલા ચેલા અને આજુ બાજુના દુઃખિયારા ભાઈઓ અને બહેનો ભેગા થઈ ધામણિયા તાડ ફળિયાના કિશોરભાઈ પટેલના ઘરે પૂજા વિધિ રાખી હતી.
આ અંધશ્રદ્ધામાં ૧૫ વર્ષની બીમાર છોકરી અને છોકરીની માતા અને બીજી ત્રણ મહિલાઓ ભુવા પાસે પોતાનું દુઃખ મિટાવવા માટે ગઇ હતી. ભુવાએ મહિલાઓને પોતાની વાતોમાં ફસાવી હતી. તેણે એમ કહ્યુ હતુ કે, તમારા શરીરમાં ડાકણ છે એને કાઢવા માટે સાંકળના સપાટા મારવા પડશે. જેથી ભૂવાએ આ મહિલાઓને સાકળ મારવાની શરૂ કરી હતી. જેમા ૧૫ વર્ષની છોકરીને મોઢામાં અને આંખના ભાગે અને પીઠના ભાગે ઘણો માર માર્યો હતો.
આ સગીરા સહિત તેની માતા અને અન્ય બે મહિલાઓએ સાંકળથી માર મારવામાં આવી હતી. જે બાદ આ મહિલાઓને ખ્યાલ આવી ગયો હતો કે, આનાથી કાંઇ નહીં થાય. જેથી આ ચાર મહિલાઓ વાલોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પોલીસે બંને પક્ષોને બોલાવી ૧૦,૦૦૦માં આ મામલાનું સમાધાન કર્યું હોવાની પણ ચર્ચા થઇ રહી છે.ss1