‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર સેમિનાર યોજાશે
VGGS 2024: ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરીના રોજ ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર સેમિનાર યોજાશે
ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી હતી કે ‘એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત’ પર એક સેમિનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન 10 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવ્યો છે.
સચિવશ્રીએ જણાવ્યું હતું કે આ સેમિનાર એક્શનેબલ સોલ્યુશન્સ એટલે કે કાર્યવાહી કરવા યોગ્ય સમાધાનો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડશે. આ સેમિનાર રોકાણોને આકર્ષિત કરવા અને વિવિધ બિઝનેસિસને સમૃદ્ધ થવા માટે સક્ષમ બનાવવા માટે જરૂરી નીતિગત હસ્તક્ષેપો પર ધ્યાન કેન્દ્રિત કરશે. સેમિનાર એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદનો તેમજ જાળવણી, સમારકામ અને ઓવરહોલ (MRO) સેવાઓના વિકાસશીલ ક્ષેત્રો પર વધુ પ્રકાશ પાડશે.
સેમિનારની વિગતો શેર કરતી વખતે તેમણે કહ્યું હતું કે સેમિનારમાં ઉદ્ઘાટન સત્ર હશે અને ત્યારબાદ બે મધ્યસ્થ પેનલ ચર્ચાઓ થશે. પેનલ ચર્ચા-1 ‘ગુજરાતમાં એરોસ્પેસ સિનર્જી: ચાર્ટિંગ ગ્રોથ એન્ડ અનલોકિંગ MRO પોટેન્શિયલ’ વિષય પર થશે, જે ગુજરાતને એરક્રાફ્ટ અને આનુષંગિક ઉત્પાદન, વ્યૂહાત્મક ભાગીદારી અને જ્ઞાનની વહેંચણી (નોલેજ શેરિંગ) અને ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવા માટેના મુખ્ય કેન્દ્રમાં પરિવર્તિત કરવા માટે જરૂરી નીતિ માળખાની રૂપરેખા તૈયાર કરશે.
આ ચર્ચા માત્ર વ્યૂહાત્મક આયોજનના પરિણામે ગુજરાતના એરોસ્પેસ ઉદ્યોગ પરની સકારાત્મક અસરો અંગે જ વિચારવિમર્શ નહીં કરે, પરંતુ MRO ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા માટે ગુજરાતની વિશિષ્ટ શક્તિઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને MRO સંભવિતતાઓને અનલોક કરવાની જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
પેનલ ચર્ચા-2ની થીમ ‘ગુજરાતના આકાશને ઉન્નત કરવું: એવિએશન હબ સક્સેસ માટે સહયોગી વ્યૂહરચના’ છે. આ પેનલ ચર્ચા વિવિધ પાસાઓને આવરી લેશે, જેમાં સંભવિત સહયોગની ઓળખ, રેઝિલિયન્ટ (સ્થિતિસ્થાપક) એવિયેશન ઇકોસિસ્ટમની રચના, કુશળ પ્રતિભાની માંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ચર્ચા દરમિયાન ઉદ્યોગ અને સરકાર વચ્ચેના જટિલ જોડાણ અંગેની સમજણનો સમાવેશ થાય છે.
આ સત્રોમાં હિસ્સો લેનારા કેટલાક પ્રતિષ્ઠિત વક્તાઓમાં ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ શ્રી વુમલુમંગ વુલનમ, ભારત સરકારના IFSCA (ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર ઓથોરિટી) ચેરમેન શ્રી કે. રાજારામન (IAS), ઇન્ડિયા અને સાઉથ એશિયાના એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસના વડા શ્રી વેંકટ કટકુરી, સ્પાઇસ જેટના ચીફ કસ્ટમર ઓફિસર અને સ્પાઇસ એક્સપ્રેસના બોર્ડ મેમ્બર
અને ચીફ ઓફિસર શ્રી કમલ હિંગોરાની, પ્રેટ એન્ડ વ્હીટનીના પ્રેસિડેન્ટ અને હેડ સુશ્રી અશ્મિતા સેઠી, જૈવલ એરોસ્પેસ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને સીઇઓ શ્રી વિપુલ વાચ્છાણી, ગુજરાત FICCI ચેરમેન અને બ્લુ રે એવિયેશન પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડાયરેક્ટર શ્રી રાજીવ ગાંધી, ગરૂડ એરોસ્પેસ પ્રા. લિ.ના સ્થાપક અને સીઇઓ શ્રી અગ્નિશ્વર જયપ્રકાશ, સ્ટાર એરના સીઇઓ સુશ્રી સિમરન સિંઘ તિવાના, જેટસેટગોના સ્થાપક અને સીઇઓ સુશ્રી કનિકા ટેકરીવાલ અને વીમેન એવિએશન સર્વિસિસ IFSC પ્રા. લિ.ના સ્થાપક અને ડાયરેક્ટર શ્રી વિશોક માનસિંઘનો સમાવેશ થાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આ પેનલ ચર્ચા એરક્રાફ્ટ ફાઇનાન્સિંગ અને લીઝિંગ વિશે ચર્ચા કરીને, વિવિધ ભાગીદારીની તકોનું અન્વેષણ કરીને અને સતત વૃદ્ધિ માટે વ્યૂહરચનાઓને વર્ણન કરીને ઉદ્યોગ અને સરકાર વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂકશે.”
તેમણે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, “ભારતની હવાઇયાત્રામાં ઝડપી વૃદ્ધિની પૃષ્ઠભૂમિમાં, આ સેમિનાર એક મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરશે, જે ગુજરાતમાં રોકાણકારો અને બિઝનેસો માટે ગહન આંતર્દ્રષ્ટિ અને વિવિધ તકો પ્રદાન કરશે, તેમજ જ્ઞાન પ્રાપ્ત કરવા, વિચારોનું આદાન-પ્રદાન કરવા, પ્રશ્નોનો ઉકેલ લાવવા અને નેટવર્કિંગ અને નવી ભાગીદારી સ્થાપિત કરવા માટે પણ એક મંચ તરીકે કાર્ય કરશે.”
સેમિનારનો ઉદ્દેશ્ય એક માહિતીપ્રદ અને આકર્ષક ઇવેન્ટનું નિર્માણ કરવાનો છે, જે સહભાગીઓને એરક્રાફ્ટ, એવિએશન અને MRO સેક્ટરની તકોનો અભ્યાસ કરવાનો મોકો આપે છે. આ સેમિનાર સર્વગ્રાહી વિકાસ, માહિતગાર નિર્ણય લેવા અને ગુજરાત અને દેશના ટકાઉ વિકાસ માટે કાર્યક્રમની અસરોની વ્યાપક સમજ પ્રદાન કરશે.
સચિવશ્રીએ કહ્યું હતું કે અમે આ અસરકારક સેમિનારમાં જોડાવા માટે તમામ સંબંધિત હિતધારકો, ઉદ્યોગ નિષ્ણાંતો અને નીતિ નિર્માતાઓને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. તમારી સહભાગિતા આ સેમિનારની સફળતામાં ફાળો આપશે અને સર્વગ્રાહી વિકાસના માર્ગ પર અર્થપૂર્ણ ચર્ચાઓને સરળ બનાવશે.