યુએસ યુક્રેનને ૨૫૦ મિલિયન ડોલરના હથિયાર આપશે
વોશિંગ્ટન, અમેરિકી વિદેશમંત્રી એન્ટોની બ્લિંકને જાહેરાત કરી હતી કે અમેરિકા યુક્રેનને રશિયા સામેના યુદ્ધમાં મદદ કરવા માટે ચાલુ વર્ષે સહાયના છેલ્લાં પેકેજ તરીકે યુક્રેનને ૨૫૦ મિલિયન ડૉલરના હથિયારો અને અન્ય ઉપકરણો પૂરાં પાડશે.
અમેરિકી પ્રમુખ જાે બાયડેને કોંગ્રેસને યુક્રેનને ૬૧ બિલિયન ડૉલરની સહાય પૂરી પાડવા કહ્યું છે, પરંતુ રિપબ્લિકન અમેરિકા-મેક્સિકો સરહદ પર સુરક્ષા કડક કરવા ડેમોક્રેટ્સ સાથે કરાર કર્યા વિના સહાયને મંજૂરી આપવાનો ઇનકાર કરી રહ્યા છે.
રશિયાના આક્રમણ પછી કોંગ્રેસે યુક્રેન માટે ૧૧૦ બિલિયન ડૉલરથી વધુની રકમ મંજૂર કરી છે, પરંતુ જાન્યુઆરી ૨૦૨૩માં રિપબ્લિકન્સે ડેમોક્રેટ્સ પાસેથી હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સનો કબજાે છીનવ્યો ત્યારથી કોઈ ફંડ મંજૂર થયું નથી. SS2SS