બીઆરટીએસનો ચાર્જ ડેપ્યુટી કમિશ્નર કમલેશ નાયક પાસેથી છીનવાયો
સુરત, કતારગામ બીઆરટીએસ અકસ્માત મામલો વિવાદિત બન્યા બાદ હવે આ મામલે કાર્યવાહીનો દોર પણ શરૂ થયો છે. ઘટનાને લઈ પહેલી અસર ઉચ્ચ અધિકારી પર જાેવા મળી છે. બીઆરટીએસનો ચાર્જ સાંભળતા ડેપ્યુટી કમિશ્નર કમલેશ નાયકનો ભોગ લેવાયો છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કમલેશ નાયક પાસેથી બીઆરટીએસનો ચાર્જ છીનવાયો છે. આઈએએસ અધિકારી ડો રાજેન્દ્ર એમ પટેલને સીટીલિંકનો ચાર્જ સોંપાયો છે. કતારગામ બીઆરટીએસ અકસ્માત માં ૧ વ્યક્તિનું મોત, ૩ લોકો ગંભીર ઈજાગ્રસ્ત જયારે ૫ ને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનામાં કુલ ૯ લોકો અડફેટે લેવાયા હતા. SS3SS