Western Times News

Gujarati News

શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ લિ.ને નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ -૨૦૨૩ એનાયત કરાયો

ગાંધીધામ, દેશમાં ઉર્જા સંરક્ષણના અનુકરણીય પ્રયાસોને માન્યતા આપવા માટે દર વર્ષે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે પર નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત કરવામાં આવે છે. શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝને ગૌણ સ્ટીલ ક્ષેત્રમાં પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી હતી અને પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્તકર્તાઓમાં એ એકમાત્ર સ્ટીલ ઉત્પાદક કંપની હતી.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેક્ટર શ્રી દેવેશ ખંડેલવાલને એવોર્ડ અર્પણ કર્યો હતો.

આ પુરસ્કાર સમારંભમાં કેન્દ્રીય પાવર અને રીન્યુએબલ એનર્જી મંત્રી આર.કે. સિંહ અને પાવર એન્ડ હેવી ઇન્ડસ્ટ્રી રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ પણ ઉપસ્થિત રહ્યા હતા

આ અંગે વાત કરતા શ્રી ખંડેલવાલે જણાવ્યું કે, “માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ પ્રાપ્ત કરીને અમે સન્માનિત થયા છીએ. આ પુરસ્કાર સસ્ટેનેબલ પ્રેક્ટિસ અને એનર્જી કન્ઝર્વેશન માટેની અમારી પ્રતિબદ્ધતાની માન્યતારૂપ છે. હું આ માન્યતા માટે ભારત સરકારનો આભાર માનું છું અને આ નોંધપાત્ર સિદ્ધિ માટે શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ની સમગ્ર ટીમને અભિનંદન આપું છું.

નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્‌સ, કેન્દ્રીય ઉર્જા મંત્રાલય હેઠળ કાર્યરત બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી દ્વારા રજૂ કરવામાં આવે છે અને ઊર્જા કાર્યક્ષમતા અને તેના સંરક્ષણને પ્રોત્સાહન આપે છે. આ એવોર્ડ માટે ૨૧ સેક્ટરમાં પાંચ કેટેગરીમાં કુલ ૫૧૬ અરજીઓ મળી હતી.

અત્રે નોંધનીય છે કે શ્રીયમ પાવર એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ ને તાજેતરમાં તેના નેશનલ સ્ટીલ ટીએમટી બાર માટે ગુજરાતની પ્રથમ ગ્રીન પ્રો સર્ટિફાઇડ કંપની તરીકે માન્યતા આપવામાં આવી હતી. સીઆઈઆઈ-ગ્રીન પ્રોડક્ટ્‌સ એન્ડ સર્વિસિસ કાઉન્સિલ દ્વારા આપવામાં આવેલ પ્રમાણપત્રએ તેની પ્રોડક્ટ ગુણવત્તામાં ઉચ્ચતમ પર્યાવરણીય ધોરણોને પૂર્ણ કરવા માટે રાષ્ટ્રીય ટીએમટી પરત્વેના સમર્પણની પુષ્ટિ કરી છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.