રેખા સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ પુષ્પાવલીની મોટી દીકરી છે
કેટલાંય હીરો સાથે પ્રેમમાં પડી છતાં ૬૯ની ઉંમરે પણ છે સિંગલ
જેમિની સાથે લગ્ન કર્યા વિના જ પુષ્પાવલીની કૂખે રેખાનો જન્મ થયો હોવાથી, તેને તેના પિતા સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળ્યો ન હતો
મુંબઈ, રેખા પહેલાના સમયની સાઉથ સિનેમાની જાણીતી એક્ટ્રેસ પુષ્પાવલીની મોટી દીકરી છે. તેની મા મોટા પડદા પર સીતાનું કેરેક્ટર નિભાવનાર પહેલી એક્ટ્રેસ હતી. વર્ષ ૧૯૩૬માં રિલીઝ થયેલી સંપૂર્ણ રામાયણમાં સીતાના રોલ માટે તેને ૩૦૦ રૂપિયા મળ્યાં હતાં. જેમ-જેમ તેની પ્રસિદ્ધિ વધતી ગઇ, તેને પ્રમુખ ભૂમિકાઓ મળવા લાગી. ખૂબ જ ઓછા લોકો તે વાત જાણતા હશે કે રેખા એક અપરણિત માની દીકરી છે.
આમ તો તેની મા પુષ્પાવલીએ ૧૯૪૦માં લગ્ન કર્યા હતાં પરંતુ ૬ વર્ષના વૈવાહિક જીવનમાં મતભેદના કારણે તેણે પોતાના પતિથી અલગ રહેવાનો નિર્ણય લીધો. તે જ સમયે, જેમિની ગણેશન નામના એક નવા સ્ટારે તમિલ સિનેમામાં ફિલ્મ મિસ માલિનીથી પોતાની શરૂઆત કરી, જેમાં પુષ્પાવલી લીડ રોલમાં હતી. પડદા પર પુષ્પાવલી અને જેમિની ગણેશનનો ઓન-સ્ક્રીન રોમાન્સ જ અસલ જીવનમાં તબદીલ થઇ ગયો.
પરંતુ તે સમયે જેમિની ગણેશન પહેલાથી જ બે લગ્ન કરી ચુક્યા હતાં તેથી પુષ્પાવલી સાથે લગ્ન ન કરી શક્યાં. જો કે, પુષ્પાવલી તરફ તેમનો પ્રેમ વધતો ગયો. પહેલાથી જ ૪ દીકરીઓના પિતા જેમિની ગણેશન બીજી પત્ની સાવિત્રી સાથે પોતાના લગ્નનો અંત કરીને પુષ્પાવલીને પોતાની પત્નીનો દરજ્જો આપવામાં ખચકાઇ રહ્યાં હતાં. તેમ છતાં તેમનો પ્રેમ પરવાન ચડતો રહ્યો અને પુષ્પાવલી લગ્ન વિના જ પ્રેગનેન્ટ થઇ ગઇ અને તેણે ૨ દીકરીઓને જન્મ આપ્યો.
જેમાંથી એક રેખા છે. જેમિની સાથે લગ્ન કર્યા વિના જ પુષ્પાવલીની કૂખે રેખાનો જન્મ થયો હોવાથી, તેને તેના પિતા સાથે વધુ સમય વિતાવવાનો મોકો મળ્યો ન હતો. રેખાએ પોતાના જીવનનો મોટાભાગનો સમય તેની માતા પુષ્પાવલ્લી સાથે વિતાવ્યો હતો. રેખાની માતાનું ૧૯૯૧માં ૬૫ વર્ષની વયે અવસાન થયું હતું. રેખાએ ૧૨ વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ ઈન્ટી ગુટ્ટુથી બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો.
તેની પહેલી હિન્દી ફિલ્મ સાવન ભાદોં ૧૯૭૦માં રિલીઝ થઈ હતી. એક્ટ્રેસ રેખા પોતે ૬૯ વર્ષની ઉંમરે સિંગલ છે, ભલે તે સેથામાં સિંદૂર લગાવતી હોય પરંતુ ખરેખર તેનો કોઈ પતિ નથી. વિનોદ મહેરા, અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, કિરણ કુમાર, મુકેશ અગ્રવાલ, સંજય દત્ત સાથે રેખાના અફેરની અફવાઓ ઉડી છે. ખિલાડી અક્ષય કુમાર સાથે પણ એક્ટ્રેસનું નામ જોડવામાં આવ્યું છે. રેખાના દરેક મોટા સ્ટાર સાથેના અફેરની ચર્ચાઓ હતી જેની સાથે તેણે સ્ક્રીન પર કામ કર્યું હતું, પરંતુ રિયલ લાઇફમાં તે તેના સિંગલ સ્ટેટસને એન્જોય કરી રહી છે.
તેને સ્ક્રીન પર સ્ટાર્સ તરફથી ઘણો પ્રેમ મળ્યો હશે પરંતુ રિયલ લાઇફમાં એવું બિલકુલ નથી. જો કે, તે લગ્ઝરી લાઇફ જીવે છે અને તેનો જલવો હજુ પણ પહેલા જેવો જ કાયમ છે. ભારતીય સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક તરીકે ઓળખાતી રેખાએ ૧૮૦ થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ત્રણ ફિલ્મફેર પુરસ્કારો સહિત અસંખ્ય પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે. તેણે ઘણી વખત મુખ્યધારાની અને સ્વતંત્ર ફિલ્મોમાં કાલ્પનિકથી લઈને સાહિÂત્યક સુધીની મજબૂત અને જટિલ મહિલાના પાત્રો ભજવ્યા છે. રેખાએ કરિયર કેટલાક ઉતાર-ચઢાવ જોયા તેમ છતાં, તેણે ઘણી વખત પોતાની જાતને નવુ રૂપ આપવા માટે નામના મેળવી છે અને પોતાની સ્થિતિ જાળવવાની તેની ક્ષમતા માટે તેને શ્રેય આપવામાં આવ્યો છે.ss1