Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે

નવી દિલ્હી, લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે. પીએમ મોદીને હરાવવા માટે ૨૮ દળો દ્વારા રચાયેલા ઈન્ડિયાગઠબંધનમાં અત્યાર સુધી સીટ વહેંચણી મુદ્દે કોઈપણ પ્રકારની સમજૂતી થતી દેખાઈ નથી.

ત્યારે આ સૌની વચ્ચે મમતા બેનર્જીએ સૌને ચોંકાવતા અને ગઠબંધનના સાથીઓને મોટો ઝટકો આપતાં કહ્યું છે કે બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ ‘એકલા ચાલો રે…’ નીતિ અપનાવશે. તે કોઈની સાથે ગઠબંધન નહીં કરે.

તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને પ.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના ચકલામાં કાર્યકરોના સંમેલન તથા એક રેલીને સંબોધતાં લોકસભા માટે ચૂંટણી અભિયાનનો આરંભ કર્યો હતો.

જેમાં તેમણે ઈન્ડિયાગઠબંધનને ઝટકો આપતાં કહ્યું કે ઈન્ડિયાગઠબંધન સમગ્ર દેશમાં ભાજપ વિરુદ્ધ લડશે જાેકે બંગાળમાં હું એકલી ભાજપ વિરુદ્ધ લડીશ. ન તો અમે કોંગ્રેસ કે ન તો ડાબેરીઓ સાથે સમજૂતી કરીશું.

સીએમ મમતા બેનર્જીએ સીએએમુદ્દે ભાજપને આડેહાથ લેતાં કહ્યું કે દરેક લોકસભા ચૂંટણી પહેલા મતુઆ સમુદાયના વોટને આકર્ષિત કરવા માટે આ મુદ્દો ઉછાળવામાં આવે છે અને આ ભાજપની એક ચાલ છે.

મતુઆ સમુદાયને સંબોધતાં મમતા બેનર્જીએ કહ્યું કે ૧૯૭૧ સુધી બાંગ્લાદેશથી બંગાળ આવેલા મતુઆ સમુદાયના લોકો ભારતના નાગરિકો છે. જાે તે આ દેશના નાગરિક નથી તો તમને મફત રેશન, સ્વાસ્થ્ય સાથી, પાનકાર્ડ, આધારકાર્ડ કેવી રીતે મળી રહ્યા છે? SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.