Western Times News

Gujarati News

કેન્દ્રએ ભંગાર વેચીને ૧૧૬૩ કરોડની કમાણી કરી લીધી

નવી દિલ્હી, ભારતનું ત્રીજું ચંદ્રયાન મિશન ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થતા સફળ થયું હતું. ચંદ્રયાન-૩નું લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું અને તે સાથે જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવામાં ભારત પ્રથમ દેશ બન્યો હતો. આ સમગ્ર મિશનનો ખર્ચ લગભગ ૬૦૦ કરોડ રૂપિયા થયો હતો.

જાે કે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને કોરોડની કમાણી કરી લીધી છે. કેન્દ્ર સરકારે ભંગાર ફાઈલો, ખવાઈ ગયેલા ઓફિસના સાધનો અને જૂના વાહનો વેચીને ચંદ્રયાન-૩ જેવા બે મિશનની કિંમત જેટલી રકમ એકત્ર કરી લીધી છે.

સરકારે ઓક્ટોબર ૨૦૨૧થી અત્યાર સુધીમાં સ્ક્રેપ વેચીને અંદાજે રૂપિયા ૧,૧૬૩ કરોડની કમાણી કરી છે જ્યારે આ વર્ષે સરકારે માત્ર ઓક્ટોબર મહિનામાં જ રૂપિયા ૫૫૭ કરોડની કમાણી કરી છે. આ રીતે સરકારે માત્ર ભંગાર વેચીને ૧૨૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

તાજેતરના સરકારી અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્ર સરકારની કચેરીઓમાં ઓક્ટોબર ૨૦૨૧થી ૯૬ લાખ ફિઝિકલ ફાઈલોને દૂર કરવામાં આવી છે અને કચેરીઓમાં લગભગ ૩૫૫ ચોરસ ફૂટ જગ્યા ખાલી કરવામાં આવી છે જેને કારણે ખાલી જગ્યાનો ઉપયોગ મનોરંજન કેન્દ્રો તેમજ અન્ય ઉપયોગી હેતુઓ માટે થઈ રહ્યો છે. જે ફાઈલો દૂર કરવામાં આવી છે તેની તમામ વિગતો પહેલેથી જ કમ્પ્યુટર પર અપલોડ કરવામાં આવી છે.

અંતરીક્ષ રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે રશિયન મૂન મિશનનો ખર્ચ લગભગ ૧૬,૦૦૦ કરોડ રૂપિયા હતો અને મિશન નિષ્ફળ રહ્યું હતું, જ્યારે આપણા મિશનનો ખર્ચ ૬૦૦ કરોડ રૂપિયા હતો.

તેમણે વધુમાં કહ્યું હતું કે હોલિવૂડ ફિલ્મોનું બજેટ પણ ભારતના ચંદ્રયાન-૩ મિશન કરતા વધુ હોય છે ત્યારે કેન્દ્ર સરકારે સ્ક્રેપ વેચીને ૧૧૬૩ કરોડની આવકનો આંકડો દર્શાવે છે કે સ્વચ્છતા અંગેનો સરકારી કાર્યક્રમ કેટલો મોટો અને મહત્વપૂર્ણ રહ્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.