ધંધાસણ ગામે દારુનો જથ્થો પશુચારામાં સંતાડેલી હાલતમાં મળી આવ્યો
શામળાજી, થર્ટી ફર્સ્ટને લઈ પોલીસે દારુની હેરફેર અને વેચાણને લઈ ધોંસ વધારી દીધી છે. અરવલ્લી જિલ્લો બોર્ડર એરિયા હોવાને લઈ દારુની હેરાફેરી મોટા પ્રમાણમાં થતી હોવાને લઈ પોલીસે રાજસ્થાન તરફથી આવતા વાહનો પર બાજ નજર રાખવી શરુ કરી છે. ખાસ કરીને શામળાજી હાઈવે પર બાજ નજર દાખવવામાં આવી રહી છે.
અરવલ્લી એલસીબીની ટીમ દ્વારા બે અલગ અલગ જગ્યાએ દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એક દારુનો જથ્થો ઘાસચારાની આડમાં સંતાડેલો હાથ લાગ્યો છે. જ્યારે અન્ય એક વાહનમાં દારુની હેરાફેરી કરતા એલસીબીની ટીમે ઝડપી લઈને કાર્યવાહી કરી છે.
સ્થાનિક એલસીબી ટીમને બાતમી મળવાને લઈ પીઆઈ કેડી ગોહિલ અને તેમની ટીમ દ્વારા બાતમી આધારે ભિલોડાના ધંધાસણ ગામે દરોડો પાડવામાં આવ્યો હતો. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, યોગેશ ખેમજી કલાસવા પોતાના ઘરે વિદેશી દારુનો જથ્થો રાખીને વેચાણ કરે છે.
જેને લઈ પોલીસે સ્થળ પર પહોંચીને તલાશી હાથ ધરી હતી.ડેમાં મકાઈના ઘાસની આડમાં સંતાડેલો દારુનો જથ્થો પોલીસની ટીમને હાથ લાગ્યો હતો. ઘરની દિવાલને અડકીને દારુનો જથ્થો ઘાસચારાની નીચે સંતાડ્યો હતો. જેમાંથી ૨૧૬ નંગ દારુની અલગ અલગ બાંડની બોટલો મળી આવી હતી.
પોલીસે ૬૨,૬૪૦ રુપિયાની કિંમતનો દારુનો જથ્થો ઝડપી લઈને કાર્યવાહી કરી હતી. આરોપી યોગેશ કલાસવા એલસીબીના દરોડાને લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.પેટ્રોલિંગમાં હોવા દરમિયાન બાતમી મળી હતી કે, એક પીક અપ ડાલામાં દારુનો જથ્થો મોડાસા તરફ લઈ જવાઈ રહ્યો છે.
આ દરમિયાન એલસીબીની ટીમે જીવણપુર પાટિયા પાસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે વાહન પૂરપાટ દોડાવી ભગાડી મુક્યું હતુ. જાેકે એલીસીબીની ટીમે પીછો કરીને જામાપુર નજીકથી ઝડપી લીધુ હતુ. જાેકે પોલીસથી બચવા માટે રોડ સાઈડ વાહન છોડી ભાગવા જતા ટીમે બે આરોપીઓને ભાગવા જતા દોડીને પકડી લીધા હતા.
ડાલામાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં વિદેશી દારુનો જથ્થો ભરેલો હોવાનું ઝડપાયું હતુ. ૫ લાખ રુપિયાની કિંમતની ૨૦૯ નંગ દારુની બોટલો એલસીબીએ જપ્ત કરીને ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તુલસીલાલ માંગીલાલ મેવાડા, રહે કલાલો કા મહોલ્લા પીપલી. ભીમ, જી રાજસમંદ, રાજસ્થાન અને જાકીર હુસેન જમીદ મોહમ્મદ મુસલમાન ગુર્જર. રહે કોટલુ બામણા. તા. ધુમારમી. જિ. બિલાસપુર, હિમાચલ પ્રદેશ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. SS3SS