અક્ષત કળશ પૂજન અને રામકથાનો બોપલમાં પ્રારંભઃ 10 દિવસ સુધી કથા યોજાશે
અંતિમ દિવસે ભંડારાનું આયોજન
(એજન્સી)અમદાવાદ, અયોધ્યામાં શ્રીરામલલાની પ્રાણ પ્રતીષ્ઠા થવાની ઘડીએ ગણાઈ રહી છે. ત્યાયરે દેશભરમાં અક્ષત કળશ આમંત્રણરૂપે અયોધ્યાથી મોકલવામાં આવ્યા છે. હાલ આ અક્ષત કળશ સામુહીક આમંત્રણ સ્વરૂપે મંદીરોમાં તેમજ સોસાયટીઓમાં ફરી રહયાં છે. જયાં લોકો દ્વારા તેનું સામુહીક પુજન અને દર્શન કરવામાં આવી રહયું છે.
ત્યારે બોપલમાં આવેલી નંદેશ્વર સોસાયટીમાં અક્ષત કળશ આવતાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોસાયટીના રહીશોએ જયશ્રીરામ જયઘોષ સાથે કળશનું સ્વાગત કર્યું હતુ. કળશના સૌ કોઈ દર્શન કરી શકે તે માટે તેનું યોગ્ય રીતે સ્થાપન કરવામાં આવ્યું છે. આ અક્ષત કળશના સ્થાપના સાથે સોસાયટીમાં રામકથાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ૧૦ દિવસની રામકથાના આયોન્જનમા કથાકાર સ્નેહલ ઠાકર દ્વારા રામકથાનું રસપાન કરાવવામાં આવશે.
રામલલા બિરાજમાન થયા બાદ સોસાયટીના લોકોએ સમુહમાં ભગવાનના દર્શન કરવા માટે અયોધ્યા જવાનું નકકી કર્યું છે. અંતિમ દિવસે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.