જૈનોના પ્રસંગમાં દાગીના તફડાવતી ગેંગની મહિલા સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાઈ
ગયા મહિને જૈનોના કાર્યક્રમમાં એક સાથે છ મહિલાનાં ઘરેણાં ચોરાયાં હતાં
સુરત, સુરતના અલથાણ કેનાલ રોડ પર જૈનોના ધાર્મિક પ્રસંગ દરમ્યાન જુદી જુદી મહીલાઓની કુલ છ સોનાની ચેનની ચોરી કરનાર ઠગ ગેગની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેગની અન્ય બે મહીલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરી છે.
આ ગેગ કોઈ સભ્ય પકડાઈ જાય તો પોલીસ ઉપર પણ હુમલો કરી પોતાની ગેગના સભ્યોની છોડાવી જવાની ટેવ ધરાવે છે.
દેશના અલગ અલગ રાજયોમાં જૈન લોકોના જ લગ્ન પ્રસંગ કે ધાર્મિક પ્રસંગો હોય તેમાં જૈન લોકો જેવા કપડાં પહેરી પોતાના ગુનાને અંજામ આપે છે. સતત ત્રણ દિવસ સુધી સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અલથાણ પોલીસ દ્વારા દિલહી ખાતે ઓપરેશન હાથ ધરી સીફતપુર્વક આ ગેગની મહીલા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
સુરતના અલથાણ પોલીસ મથકની હદમાં આવેલા કેપીટલ ગ્રીનની બાજુમાં શ્વેતાંબર મુર્તિપુજક તપગચ્છ હોલ આવ્યો છે. આ હોલમાં ગત ર૩મી નવેમ્બરના રોજ ધાર્મિક પ્રસંગનું આયોજન હતું આ પ્રસંગમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમમાંથી છ જેટલી મહીલાઓના ગળામાંથી સોનાના ચેઈન અને દાગીનાની ચોરી થઈ હતી.
રૂપિયા ૬.૯૭ લાખની ચોરીની ફરીયાદ અલથાણ પોલીસ ચોપડે નોધાઈ હતી. પોલીસે હોલમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ અને હ્યુમન ઈન્ટેલીજન્સ સોર્સના આધારે આરોપીઓને પકડવા ટીમ બનાવી હતી. ગુનાની ગંભીરતાઓને જોતા સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને પ્પણ તપાસમાં જોડવામાં ાઅવી હતી.
ક્રાઈમબ્રાચની ટીમને માહિતી મળી હતી કે, ચોરીની ઘટનાને અંજામ આપનારા અન્ય કોઈ નહી પરંતુ દેશના અલગ અલગ રાજયોમાં જૈન લોકોના જ લગ્ન પ્રસંગ અથવા ધાર્મિક પ્રસંગ દરમ્યાન મહીલાઓને ટાર્ગેટ કરતી ઠગ ગેગ છે.
જે ગેગમાં મહીલા આરોપીઓ પણ સામેલ હોય છે. ક્રાઈમ બ્રાન્ચના કહેવામાં પ્રમાણે આ ગેગ હાલ દિલ્હીમાં છુપાઈ હોવાની માહિતી મળી હતી. માહિતી પાકી હતી. એટલે ક્રાઈમ બ્રાન્ચ અને અલથાણ પોલીસની એક ટીમ દિલ્હી પહોચી હતી. બંને ટીમે સતત ત્રણ દિવસ દિલ્હીમાં વોચ ગોઠવી ઓપરેશન હાથ ધર્યું હતું. સીફતપુર્વકના ઓપરેશન દરમ્યાન દિલ્હીના મંગોલપુર ગાયત્રી નગર ખાતેથી ગેગની મહીલા સભ્ય વનીતા જયચંદ્ર રંગાસ્વામીને ઝડપી પાડવામાં આવી હતી.