અતુલની કલ્યાણી શાળાનો વિવિધ સ્પર્ધામાં ઉજજવળ દેખાવ

(પ્રતિનિધિ) વલસાડ, વલસાડ નજીક અતુલ ખાતે આવેલી કલ્યાણી શાળા અતુલ ક્રિકેટ ટીમ અને સ્વીપ અંતર્ગત પોસ્ટર સ્પર્ધામાં પ્રસંશનીય દેખાવ કર્યો હતો. તાઃ-૧૧/૧૨/૨૦૨૩ અને તાઃ-૧૨/૧૨/૨૦૨૩નાં રોજ લક્ષ્મી વિદ્યાપીઠ, સરીગામ આયોજિત ટેનિશ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કલ્યાણી શાળાની ટીમે ભાગ લીધો હતો. જેમાં સતત ત્રણ મેચ જીતીને સેમી ફાઇનલમાં ભાગ લીધો હતો.
જેમાં છેલ્લા બોલ સુધી રસાકસી થઇ હતી. તેમજ વિવેકભાઇ વેલ્ફેર ગ્રુપ આયોજિત વલસાડ ડ્રિસ્ટ્રીક ઇન્ટર સ્કુલ કિકો ટુર્નામેન્ટમાં શાળાની ટીમે વ્યાયામ શિક્ષક શ્રી મનોજભાઇ ઠાકોરની આગેવીની હેઠળ નારગોલ ક્રિકેટ ગ્રાઉન્ડ, નારગોલ તાઃ-ઉમરગામ મુકામે ભાગ લીધો હતો. અને સેમી ફાઇનલમાં સુધી સફર ખેડી હતી.
ક્રિકેટમાં ભાગ લેનાર તમામ ૧૫ ખેલાડીઓને ટી સર્ટ, એક જોડી સ્ટંપ, બેટ તથા નીલ પટેલને બે વખત મેન ઓફ ધ મેચની ટ્રોફી મળી હતી. પ્રત્યેક સિક્સ દીઠ ૧૦૦/-રૂપિયા પૈકી ટીમને ૧૦૦૦/-રૂપિયા મળ્યા હતા એવી જ રીતે જીફઈઈઁ અંતર્ગત ‘ મતદાન જાગૃતિ’ વિષય આધારિત પોસ્ટર સ્પર્ધામાં કુ.જીયા ટી નાયકા ધો-૯-બ એ સમગ્ર વલસાડ તાલુકામાં પ્રથમ અને સમગ્ર વલસાડ જિલ્લામાં તૃતીય ક્રમ પાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.
આવી પ્રસંશનીય દેખાવ બદલ સંચાલક મંડળ, આચાર્યશ્રી સુનીલ પટેલ તથા સમગ્ર કલ્યાણી શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ તથા એમનાં માર્ગદર્શક શિક્ષક શ્રી મનોજભાઈ ઠાકોર અને ચિત્ર શિક્ષક શ્રી જગદીશભાઇપટેલને અભિનંદન પાઠવ્યા હતા.