પોલીસ આવાસના નવનિર્મિત રહેણાંક/બિન રહેણાંક આવાસોનું પંચમહાલ કાંકણપુર ખાતે લોકાર્પણ

કાયદાના રખેવાળના કલ્યાણનું કામ કરતી રાજ્ય સરકાર ! ગોધરા ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પંચમહાલ જિલ્લાના નવનિર્મિત રહેણાંક/બિન રહેણાંક આવાસોનું લોકાર્પણ કર્યું તથા વીડિયોના માધ્યમથી તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. કાયદા અને વ્યવસ્થાના સાચા રક્ષક એવા આપણા પોલીસ કર્મીઓની ફરજ નિષ્ઠાને પ્રોત્સાહિત કરવા
તથા તેમને અને તેમના પરિવારોને આવાસની અત્યાધુનિક સુવિધા મળી રહે તે બાબતનું ધ્યાન રાખવું એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. આ તકે આર.પી.આઈ. બિલ્ડિંગ, હાલોલ ખાતે નવનિર્મિત અર્બન પોલીસ સ્ટેશન તથા પાવાગઢ ખાતે સેમી અર્બન પોલીસ સ્ટેશનનું ઈ – લોકાર્પણ કર્યું. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના રા.અ.પો. દળ જૂથ-૫ ગોધરા ખાતે કમાન્ડન્ટ કચેરી
તથા કાંકણપુર ખાતે ગ્રામ્ય પોલીસ સ્ટેશન તથા રેન્જ આઈ.જી. આવાસ ઈ-લોકાર્પણ કર્યું. ગુજરાતની પ્રજાના મિત્ર બનીને દિવસ રાત કામ કરતી ગુજરાત પોલીસ તેમની ફરજ નિષ્ઠા અને માનવીય અભિગમ દ્વારા તેમના નામને સાર્થક કરે છે. પ્રજાની સલામતી માટે સજ્જ પોલીસ કર્મીઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર જાગૃતતા સાથે કાર્ય કરી રહી છે.