અમદાવાદના આટલા વિસ્તારોમાં વધી રહ્યા છે કોરોનાના કેસો
અમદાવાદમાં કોરોનાના એક દિવસમાં નવા ૨૧ કેસ નોંધાયા-નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણિનગર, ભાઈપુરામાં કેસ નોંધાયા
(એજન્સી)અમદાવાદ, ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી હાહાકાર મચાવી દીધો છે. કોરોના મામલે આજે પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે એક સાથે કોરોનાના નવા ૨૧ કેસ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ ૬૦ કેસ થયા છે.
આજે નોંધાયેલા ૨૧ કોરોના કેસમાં ૧૫ પુરુષ અને ૬ મહિલા દર્દીઓ કોરોના પોઝિટીવ આવ્યા છે. જેમાં નારણપુરા, બોડકદેવ, જોધપુરડ, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણિનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઇસનપુર અને ખોખરામાં દર્દીઓ નોંધાયા છે. ૨૧ પૈકી ૮ દર્દીઓ મુંબઈ, કચ્છ, કેનેડા, કેરાલા, વડોદરા અને અમેરિકાથી આવ્યા હોવાની હિસ્ટ્રી ખૂલી છે.
અગાઉના ૧૧ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે. એક હોસ્પિટલમાં અને ૫૯ ઘરમાં મળી ૬૦ એક્ટિવ કેસ છે. દેશમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે, ત્યારે ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ ૬૦ પર પહોંચ્યા છે. અમદાવાદમાં કોરોનાની દહેશત જોવા મળી રહી છે, ત્યારે તેની સામે તકેદારી પણ વધારાઈ રહી છે. AMC આરોગ્ય વિભાગે કોવિડ ટેસ્ટ શરૂ કર્યા છે. અમદાવાદ શહેરમાં કોરોનાએ દસ્તક આપી દીધી છે, ત્યારે તકેદારી વધારાઇ રહી છે.
અમદાવાદ શહેરમાં નવા ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે ૬ મહિલા સહિત કુલ ૨૧ વ્યક્તિ કોરોનાગ્રસ્ત છે. જ્યારે અમદાવાદના નારણપુરા, બોડકદેવ, જોધપુર, શાહીબાગ, ઘાટલોડિયા, દાણીલીમડા, મણીનગર, ભાઈપુરા, નવરંગપુરા, પાલડી, વાસણા, સરખેજ, ઈસનપુર, ખોખરામાં નવા કેસ નોંધાયા છે. નવા નોંધાયેલા કેસમાં ૮ દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે.
જ્યારે કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત એકને હોસ્પિટલ ખસેડાયો છે. હાલ ૫૯ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ છે. છસ્ઝ્ર સંચાલિત હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ શરૂ કર્યા છે. અર્બન હેલ્થ સેન્ટર પર ટેસ્ટ કિટની વ્યવસ્થા કરાઈ છે. એન્ટ્રીજન અને ઇ્ઁઝ્રઇ ટેસ્ટ થશે. શહેરમાં પ્રતિ દિન કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે.