નવા હિટ એન્ડ રનના કાયદાના વિરોધમાં અનેક સ્થળે ચક્કાજામ
નવી દિલ્હી, કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલક દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરી રહ્યા છે. ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે, તો ક્યાંક ટાયરો સળગાવ્યાં છે.
રાજસ્થાનમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ બસ અને ટ્રક ચાલકોએ રસ્તા પર ટાયરો સળગાવીને દેખાવ કર્યો હતો. સાથે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વાહન ચાલકોની આ હડતાળના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને ૧૦ વર્ષની સજા થશે.
પરંતુ જાે અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે,હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને ૨૫મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. જ્યારબાદ હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતાબિલ હવે કાયદો બની ગયા છે.
આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં ૨૦ ડિસેમ્બરે અને રાજ્યસભામાં ૨૧ ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા. SS2SS