બકરીએ ગાયના વાછરડા જેવા દેખાતા બચ્ચાને જન્મ આપ્યો
ઔરંગાબાદ, બિહારના ઔરંગાબાદમાં એક એવી ઘટના બની કે સવારથી જ એક ઘરને જાેવા લોકોની કતારો લાગી છે. આખરે આ ઘરમાં એવું તો શું બન્યું કે લોકો તેને જાેવા કતારો લગાવી રહ્યા છે. ઔરંગાબાદના બરુણ બ્લોકના બિલાસપુર ગામમાં કુદરતનો એક વિચિત્ર કહી શકાય તેવો ચમત્કાર જાેવા મળ્યો છે.
જ્યાં બકરીએ ગાયના વાછરડા જેવા દેખાતા બચ્ચાંને જન્મ આપ્યો છે. જાે કે, આ ઘટના એવી છે કે જીવવિજ્ઞાન પર સંશોધન કરનારાઓ પણ આશ્ચર્યચકિત થઈ જશે. બિલકુલ ગાયના વાછરડા જેવા દેખાતા બે બચ્ચાંને બકરીએ જન્મ આપ્યો છે.
માથું, મોં અને પૂંછડી પણ ગાય જેવા દેખાય છે. કાન પણ મોટા છે. પગ, તેમનો ચહેરો અને પગની રચના સંપૂર્ણપણે વાછરડા જેવી જ છે. બંને રંગે કાળા છે. બંને બિલકુલ સૂતેલા વાછરડા જેવા દેખાય છે.
આ બંનેબચ્ચાંને જાેવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. આજુબાજુના વિસ્તારના લોકો ખેડૂતના ઘરે પહોંચી રહ્યા છે. ગાયના વાછરડા અને તેની માતા બકરીને જાેઈને દરેક લોકો ખૂબ જ ખુશ છે.
બકરીએ ત્રણ બચ્ચાંને જન્મ આપ્યો છે. જેમાં એક બાળક સંપૂર્ણપણે બકરી જેવું છે અને અન્ય બે બચ્ચાં વાછરડા જેવા છે. કેટલાક લોકો તેને ભગવાનનો ચમત્કાર કહી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, આ બકરી પશુપાલક જીતન સિંહની બકરી છે. જેણે સવારે એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જિતનની પત્ની રિતુ દેવીએ જ્યારે ત્રણેય બાળકોને જાેયા ત્યારે તે ચોંકી ઉઠી હતી.
આ અંગે પડોશીઓને જાણ કરી. ગામલોકોને એક બકરીએ ગાયના બે વાછરડા જેવા દેખાતા બચ્ચાંને જન્મ આપ્યો છે તે જાેઇને આશ્ચર્ય થયું હતું.
જાે કે આ પ્રકારનો કિસ્સો પહેલી વખત સામે આવ્યો છે. પશુચિકિત્સકોના મતે કેટલીકવાર આનુવંશિક વિકૃતિઓ અને જટિલતાના કારણે ગર્ભનો આકાર બદલાઈ જાય છે. આ દુનિયામાં કુદરતના ઘણા અનોખા રૂપ જાેઈ શકાય છે, જેના કારણે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. SS2SS