Western Times News

Gujarati News

ધોરાજીના વોર્ડ ૬ માં પીળું અને દુર્ગંધયુક્ત પાણી મળતા મહિલાઓમાં રોષ જાેવાયો

ધોરાજી, રાજકોટના ધોરાજી શહેરના વોર્ડ નંબર ૬માં પાલિકા તંત્ર જે પાણીનું વિતરણ કરે છે તે પાણી અત્યંત દુષિત છે. અને વળી તે ભયંકર દુર્ગંધ પણ મારે છે.આ સ્થિતિ માત્ર આજકાલની નથી.છેલ્લા ૬ મહિનાથી પાલિકા દ્વારા આવું દુષિત પાણી જ લોકોને અપાઇ રહ્યું છે.

રાજકોટના ધોરાજી શહેરના વોર્ડ નંબર ૬માં પાલિકા તંત્ર જે પાણીનું વિતરણ કરે છે તે પાણી અત્યંત દુષિત છે. અને વળી તે ભયંકર દુર્ગંધ પણ મારે છે. આ સ્થિતિ માત્ર આજકાલની નથી. છેલ્લા ૬ મહિનાથી પાલિકા દ્વારા આવું દુષિત પાણી જ લોકોને અપાઇ રહ્યું છે. પરંતુ આ પાણી એટલું ગંદુ છે કે તે પીવા માટે તો ઠીક, વાપરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય તેમ નથી. જેના કારણે મહિલાઓમાં ઉગ્ર રોષ જાેવા મળી રહ્યો છે.

મહિલાઓનું કહેવું છે કે પાણી વિતરણની પાઇપલાઇનમાં ભૂગર્ભ ગટરનું પાણી ભળી જવાથી દુષિત પાણી મળી રહ્યું છે. અને તેના કારણે રોગચાળો વકરી રહ્યો છે. આ મુદ્દે અનેક વખત ધોરાજી પાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને રજૂઆતો કરી છે.
પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા સમસ્યાનું કોઇ સમાધાન નથી કરાયું. પરિણામે લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. તો દૂષિત પાણી વિતરણ બાબતે હવે રાજકારણ પણ શરૂ થયું છે.

કોંગ્રેસે જણાવ્યું કે ધોરાજીમાં છેલ્લા ૧૦ મહિનાથી વહીવટદારનું શાસન હોવાથી પાણી અને સફાઇ સહિત અનેક પાયાની સુવિધાઓથી લોકો વંચિત છે. તો બીજી તરફ ભાજપે દૂષિત પાણી વિતરણના દોષનો ટોપલો પાલિકાના ચીફ ઓફિસર પર ઢોળ્યો છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.