Western Times News

Gujarati News

એએમસી નવા વર્ષે શહેરના ૯ પ્રોજેક્ટનું ફરીથી નામકરણ કરશે

અમદાવાદ, અયોધ્યા રામ મંદિરથી પ્રેરણા લઈને કોર્પોરેશન દ્વારા મહત્વનો ર્નિણય કર્યો છે. એએમસી દ્વારા નવા વર્ષે શહેરનાં ૯ પ્રોજેક્ટનું ફરીથી નામકરણ કરવામાં આવશે.

તેમજ નવા પ્રોજેક્ટનાં નામ બદલીને રામાયણનાં પાત્રો અને સ્થળોનાં નામ અપાશે. એએમસી દ્વારા આગામી સમયમાં બ્રિજ, તળાવ, પાર્ટી પ્લોટ, ચાર રસ્તા અને લાઈબ્રેરીનો સમાવેશ કરાશે.

હાલ અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય છે. શહેરનાં લોકોને ભગવાન રામ અને રામાયણની ઘટનાઓ સાથે જાેડવા ર્નિણય લેવાયો છે.

ઓઢવ અને વિરાટનગર વિસ્તારમાં આવેલા નવા પ્રોજેક્ટનાં નામ બદલવામાં આવશે. ત્યારે તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા અયોધ્યા ખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ધાટન કર્યું હતું. જેનું નામ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય વિમાન મથક રાખવામાં આવ્યું છે. તેમજ રેલ્વે સ્ટેશનને પણ અયોધ્યા ધામ જંક્શન નામ કરણ કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.