સુરતમાં BRTS અને સીટી બસના પૈડાં થંભ્યા
સુરત, એક તરફ રાજ્યમાં ટ્રક ચાલકો અકસ્માત અંગેના નવા કાયદાને લઈ હડતાલ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તો બીઆરટીએસ અને સીટી બસ ચાલકો પણ હડતાળમાં જાેડાયા છે. સુરત શહેરમાં ત્રણ દિવસની હડતાળ કરવામાં આવી છે.સરકારે ડ્રાઇવરો વિરુદ્ધ બનાવવમાં આવેલા કાયદાના વિરોધમાં હડતાળને એલાન અપાયું છે.
સરકારે કાયદો બનાવ્યો છે કે અકસ્માતમાં મોત થશે તો ડ્રાઇવરને ૧૦ વર્ષની સજા અને ૭ લાખનો દંડ થશે આ નિયમથી ભયભીત ડ્રાઇવર વિરોધ કરી રહ્યાં છે.સુરતમાં હડતાળમાં જાેડાયેલા બીઆરટીએસ અને સિટીબસના ચાલકોના કારણે સરકારી વાહનોના પૈડાં થંભી ગયા છે.