Western Times News

Gujarati News

રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવાવ્યો

રાજકોટ, રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.તો ફલેટ માટે બનાવેલા દસ્તાવેજમાં ૮૧ ચોરસ મીટર વિસ્તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા નિર્મિત રંગોલી પાર્કમાં ડેવલપર દ્વારા છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

તો ફલેટ માટે બનાવેલા દસ્તાવેજમાં ૮૧ ચોરસ મીટર વિસ્તારનો નિર્દેશ કરવામાં આવ્યો છે. જાે કે મનપા દ્વારા ફ્લેટનો વિસ્તાર માપવામાં આવતા ૭૭.૫ ચોરસ મીટર હોવાનું સામે આવ્યું છે. તેમજ હાઉસિંગ બોર્ડના ફ્લેટ લેનારા ફ્લેટ ધારકોને ૩.૫ મીટર ઓછો એરિયા આપવામાં આવ્યો છે.

આ મુદ્દે સીએજી રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું ફ્લેટ ધારકોનો આક્ષેપ કર્યો છે. આ બાબત અંગે ફ્લેટ ધારકો હાઉસિંગ બોર્ડ સામે લડી લેવાના મૂડમાં જાેવા મળ્યા છે.

હાઉસિંગ બોર્ડ દ્વારા બનવામાં આવેલા ૧૧૬૪ ફ્લેટ ધારકો સાથે ઠગાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો ફ્લેટનો વિસ્તાર ઓછો આપી કરોડો રૂપિયાની છેતરપિંડી કરાયોનો આરોપ લગાવવામાં આવ્યો છે. SS3SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.