કાર ચાલકે ફૂટપાથ પર સૂઈ રહેલી ચાર મહિનાની બાળકીને કચડી નાખી
સુરત, રાજ્યમાં અકસ્માતના બનાવો સતત બનતા રહે છે જેમાં ઘણા લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે. સુરતમાં આજે એક કાર ચાલકે ૪ મહિનાની બાળકીને કચડી નાખી છે. માતા-પિતાની નજર સામે ચાર મહિનાની બાળકીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલા લક્ષ્મી વિલામાં માતા-પિતા ટ્રેક્ટરમાં લાકડા ભરી રહ્યાં હતા.
ત્યારે તેના બે સંતાનો ફૂટપાથ પર સૂઈ રહ્યાં હતા. મૂળ મધ્ય પ્રદેશના વતની સમસું નીનામા પત્ની અને બે સંતાન સાથે ડીંડોલી વિસ્તારમાં આવેલ સણીયા ગામમાં રહે છે. તેઓ આજરોજ સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીયલ ખાતે ટ્રેક્ટરમાં લાકડા ભરી રહ્યા હતા. તેમના દોઢ વર્ષનો પુત્ર જયેશ, ૪ મહિનાની દીકરી જવીના ફૂટપાથ પર સૂતા હતા.
દરમિયાન અચાનક એક સ્કોડા કારે યુ ટર્ન લેવાની સાથે ફૂટપાથ પર સૂતી બાળકીને કચડી નાખી હતી. ઘટનાને લઈને બાળકીના માતા-પિતા સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. બાળકીને તાત્કાલિક સારવાર અર્થ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. પરંતુ બાળકીને સારવાર મળે તે પહેલા તબીબોએ બાળકીને મૃતક જાહેર કરી હતી.
જ્યારે કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. મૃત્યુ પામનાર બાળકીના પિતા સમસું નિનામા ચાર મહિના પહેલા જ પરિવાર સાથે સુરતમાં નોકરી અર્થ આવ્યો હતો. બંને પતિ-પત્ની મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજરોજ માતા-પિતા બે બાળકોને ફૂટપાથ પર સૂવડાવી મજૂરી કામ કરી રહ્યાં હતા.
માતા પિતાની આખાંની સામે જ અચાનક કાર ચાલકે બાળકીને કચડી નાખી હતી. બાળકીને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સમગ્ર ઘટનાને લઈને સચિન જીઆઇડીસી પોલીસ સ્થળે આવી પહોંચી હતી. પોલીસે બાળકીના મૃતદેહને સિવિલ પીએમ અર્થ મોકલી કારને ડીટેઇન કરી કાર્યવાહી હાથ ધરી છે. SS3SS