પાલનપુર સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ ૩૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
પાલનપુર, લાંચીયા લોકો સામે એસીબી કડક કામગીરી કરી રહ્યું હોવા છતાં કેટલાક ઇસમો સુધરવાનું નામ નથી લેતા. બનાસકાંઠાના પાલનપુરમાં સિટી ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલ ૩૦૦ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા.
હેડ કોન્સ્ટેબલ દિલીપ સોલંકીને ૩૦૦ ની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. બાઈક ટોઈંગ કરી છોડવા માટે ૩૦૦ની માંગણી કરી હતી. હેડ કોન્સ્ટેબલ દિલીપ સોલંકી અને ટોઈંગ રોજમદાર નારણ પરમાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
થોડા દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક ૧૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા એસીબીના રંગે હાથે ઝડપાયા હતા.
જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈને એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.જિલ્લા કક્ષાની ભરતીમાં આચાર્ય તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ પાસેથી ૪૦ હજારની લાંચની માંગણી કરી હતી. જાેકે, અંતે રૂપિયા ૨૦ હજાર આપવાના નકકી કર્યા હતા. જે પૈકી ૧૦ હજાર આ કામના ફરિયાદીએ પહેલા આપી દીધા હતા.
જેના પગલે બાકીના ૧૦,૦૦૦ રૂપિયા માટે ફરિયાદી પાસે માંગણી કરી હતી. પરંતુ ફરિયાદી ૧૦ હજાર આપવા માંગતા નહોતા. પરિણામે ફરિયાદીએ પાટણ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. ફરીયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરોએ છટકું ગોઠવી બનાસકાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીની કચેરીના નિરીક્ષક રાજેશ દેસાઈ રૂપિયા ૧૦ હજાર લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. SS3SS