Western Times News

Gujarati News

સેવાલીયાના મહારાજના નવા મુવાડા ચેકપોસ્ટ પાસે હથિયારો સાથે બે પરપ્રાંતીય ઝડપાયાં

મધ્યપ્રદેશના પાર્સિગ વાળી કારમાંથી બે ઈસમો દેશી પિસ્તોલ અને કારતૂસ સાથે મળી આવ્યા, કાર સહિત રોકડ રૂપિયા મળી ૯.૩૬ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) ખેડા જિલ્લામાં થર્ટી ફર્સ્ટને લઈને જિલ્લા પોલીસ એક્શનમા હોય ગતરાત્રે સેવાલીયા પોલીસના હાથે હથિયારો સાથે બે પરપ્રાંતીય લોકો ઝડપાયાં છે.

ગોધરા તરફથી આવતી કારને મહારાજના નવા મુવાડા ચેકપોસ્ટ પાસે અટકાવાતા કારમાં સવાર બે લોકો પાસેથી એક દેશી પિસ્તોલ અને ૯ કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત એક રૂમાલમાં બાંધેલા સોનાની બંગડીઓ, વીટી અને ચાંદીનું કડુ તેમજ રોકડ રૂપિયા મળી આવતા પોલીસે કુલ રૂપિયા ૯.૩૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

૩૧મી ડિસેમ્બરના રોજ મોડી રાત્રે સેવાલિયા પોલીસ મહારાજાના મુવાડા પાસે નવી ચેકપોસ્ટ પર અમદાવાદ ઈન્દોર હાઇવે પર વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન ગોધરા તરફથી આવતી ફોર વ્હીલ કાર નંબર સ્ઁ ૭૦-ઝ્ર-૦૬૬૨ને શંકાના આધારે અટકાવી હતી. કારમાં સવાર બે વ્યક્તિઓની પોલીસે પૂછપરછ હાજરી હતી. જેમાં બંને વ્યક્તિઓ પોતાના નામ પ્રશાંત રજનીકાંત પાલરેચા અને અક્ષય કૈલાશ પાટીદાર (બંન્ને રહે.જાબુઆ, મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસને શંકા જતા આ બંને ઈસમોની તલાસી લીધી હતી.

જેમાંથી પ્રશાંતના ખિસ્સામાંથી એક દેશી પિસ્તોલ કિંમત રૂપિયા ૧૦ હજાર અને અક્ષયના ખિસ્સામાંથી નવ નંગ જીવતા કારતુસ કિંમત રૂપિયા ૪ હજાર ૫૦૦ મળી આવ્યા હતા. આ બાબતે લાઇસન્સ ન હોય પોલીસે આ બંને ઈસમો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. સાથે સાથે કારની તલાસી લેવાઈ હતી.

અને જેમાંથી એક હાથ રૂમાલમાં સોનાની બંગડીઓ નંગ ૬, સોનાની વીંટી નંગ ૨, ચાંદીનું કાળુ નંગ ૧ અને રોકડ રૂપિયા ૩૦ હજાર તેમજ ત્રણ નંગ મોબાઈલ મળી અને સાથે ગુનામાં વપરાયેલ કાર મળી કુલ રૂપિયા ૯ લાખ ૩૬ હજાર ૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.