Western Times News

Gujarati News

ઉદ્યોગપતિ સહીત 17 શખસોની કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલા પ્રકરણમાં ધરપકડ

પ્રતિકાત્મક

આટકોટના કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલા પ્રકરણમાં પાંચ વાહન-સ્ટીક છરી કબજેઃ અન્ય શખસોની શોધખોળ

રાજકોટ, આટકોટની કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પર હુમલો કરવાના પ્રકરણમાં ઉધોગપતી સહીત ૩૧થી વધુ શખ્સો સામે ગુનો નોધી ઉધોગપતી સહીત ૧૭ શખસોની પોલીસે ધરપકડ કરી બે સ્કોપીયો બે સ્વીફટ કાર, બોલેરો, છરી-સ્ટીક સહીતનો મુદામાલ કબજે કર્યો હતો. અને અન્ય અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે આટકોટમાં તા.રપ-૧રના ડી.બી.પટેલ એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત કન્યા છાત્રાલય ખાતે અગાઉના મનદુઃખનો ખાર રાખીને જસદણના ઉધોગપતી રૂડા ભગત અને તેની સાથે આવેલા ટોળાએ છાત્રાલયમાં ગેરકાયદે પ્રવેશ કરી ચોકીદાર સહીતનાં મોબાઈલ પડાવી લઈ આંતક મચાવ્યો હતો.

અને ટ્રસ્ટી અરજણભાઈ લીબાભાઈ રામાણી પર રૂડા ભગત સહીતના ટોળાએ છરી-સ્ટીકથી હુમલો કર્યો હતો. અને આ બનાવના પગલે છાત્રાલયમાં અભ્યાસ કરતી દીકરીઓમાં ભય વ્યાપી ગયો હતો. અને બાદમાં આતંક મચાવી સીસીટીવી કેમેરા સહીતના ઉપકરણો લઈ ટોળું ફરાર થઈ ગયું હતું અને હુમલામાં ઘવાયેલા અરજણભાઈ રામાણીને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસે આટકોટના ગાયત્રીનગરમાં રહેતા અરજણભાઈ લીબાભાઈ રામાણીની ફરીયાદ પરથી ઉધોગપતી રૂડા ભગતના સહીત ૩૧ થી વધુ શખ્સોના ટોળા વિરૂધ્ધ ગુનો નોધ્યો હતો. આ બનાવના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો દરમ્યાન આ પ્રકરણમા પોલીસે જસદણના ઉધોગપતી રૂડા ભગત તેમજ રાજકોટના મોહીત રામ અગરીયા, ઉમેશ ધનજી વીઝવાડીયા મયુર, બાબુ પરસોડા,

રાહુલ બાબુ મકવાણા, પ્રતીક જસા ચૌહાણ શાહરૂખ ગુલાબ પઠાણ દાદુ દેસુર જળુ આશીષ જગદીશ વાઘેલા, દીપક મહેશ મીયાત્રા, સલીમ હાજી સોઢા, જયપાલસિંહ હરીસિંહ ચુડાસમા, ગૌરાંગ અરવીદ ગોસ્વામી, રાજેશ ઉર્ફે જોન પ્રભાત મીયાત્રા કિશન ઘેલા વીઝુવાડીયા અને કરણ ઉર્ફે બાલો દાદુ મીયાત્રા સહીત ૧૭ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે બે સ્કોપીયો, બે સ્વીફટ કાર, બોલેરો,છરી, સ્ટોક સહીતનો મુદામાલ કબજે કર્યા હતા.

પોલીસે રૂડા ભગત અને મોહીત રામ આગરીયાને રીમાન્ડ પર લેવા કોર્ટમાં રજુ કરતા રુડાભગત તરફથી રોકાયેલ રાજકોટના વકીલ સુરેશભાઈ ફળદુ અને મીતુલ આચાર્યએ કરેલી ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાને રાખી રુડાભગત અને મોહીત આગરીયાના રીમાન્ડ નામંજુર કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.