જાપાનમાં એક જ દિવસમાં ભૂકંપના ૧૫૫ આંચકા આવ્યા હતા
ટોક્યો, વર્ષ ૨૦૨૩માં ભૂકંપ અને યુદ્ધની ભયાનકતાની યાદો ભૂલાવીને આખી દુનિયા નવા વર્ષની ઊજવણી કરી હતી ત્યારે જાપાનમાં નવા વર્ષના પહેલા જ દિવસે ૭.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરતી ધણધણી ઉઠી હતી. નવા વર્ષના પહેલા જ દિવસે જાપાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં ૩૦ લોકોના મોત થઈ ગયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જાપાનમાં એક જ દિવસમાં ભૂકંપના ૧, ૨ નહીં પરંતુ ૧૫૫ આંચકા અનુભવાયા હતા.
રાહત અને બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળમાં દટાયેલા લોકોની તલાશ કરવામાં આવી રહી છે. પોલીસ અને અધિકારીઓએ મંગળવારે વહેલી સવારે ધરાશાયી થયેલી ઈમારતોના કાટમાળમાંથી મૃતદેહો બહાર કાઢવાની સૂચના આપી હતી.
જાપાનમાં ગઈ કાલે ૭.૬ ની પ્રારંભિક તીવ્રતા સાથેનો ભૂકંપ આવ્યો હતો જેમાં ઘણી ઈમારતો ધરાશાયી થઈ હતી, હજારો ઘરોની વીજળી ગૂલ થઈ હતી અને કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને ઊંચા સ્થાન પર ભાગવા માટે મજબૂર થવું પડ્યુ હતું.
ભૂકંપના કારણે જાપાનના લાંબા પશ્ચિમી દરિયાકાંઠાની સાથે-સાથે પાડોસી દેશ દક્ષિણ કોરિયામાં પણ લગભગ ૧ મીટર (૩.૩ ફૂટ) ઊંચા મોજા ઉછળ્યા હતા.
જાપાન મેટ્રોલોજિકલ ઓફિસે જણાવ્યું કે, જાપાનમાં સોમવારથી લઈને અત્યાર સુધીમાં ૧૫૫ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. તેમાં ૭.૬ની તીવ્રતાના આંચકા અને ૬થી વધુ તીવ્રતાના આંચકા સામેલ છે.
જેએમએએ કહ્યું કે, મોટા ભાગના ભૂકંપની તીવ્રતા ૩થી વધુ હતી. જાેકે, ધીમે-ધીમે તીવ્રતામાં ઘટાડો થયો હતો. તેમ થતાં આજે વહેલી સવારે ૬ મજબૂત આંચકા અનુભવાયા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડને એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકા ભૂકંપ બાદ જાપાનને કોઈપણ પ્રકારની જરૂરી મદદ કરવા તૈયાર છે. તેમણે કહ્યું, નજીકના સાથી તરીકે સંયુક્ત રાજ્ય અમેરિકા અને જાપાન મિત્રતાના ઊંડા સબંધો શેર કરે છે અમારા લોકોને એકજૂથ કરે છે. આ મુશ્કેલ સમયમાં અમારી સંવેદના જાપાની લોકોની સાથે છે. SS2SS