Western Times News

Gujarati News

ભારતને વાતચીત માટે પાકિસ્તાન આતંકનો આશરો લે છેઃ જયશંકર

નવી દિલ્હી, વિદેશ મંત્રી એસ.જયશંકરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, પાકિસ્તાનની મુખ્ય નીતિ આતંકવાદ છે અને ભારતને વાતચીતના ટેબલ પર લાવવા માટે આતંકવાદનો આશરો લઈ રહ્યું છે. ભારતે હવે આ રમત રમવાનું બંધ કરી દીધું છે અને પાડોશી દેશની આતંક નીતિને અપ્રાસંગિક બનાવી દીધી છે. તેના નાપાક હેતુ માટે સરહદ પારથી આતંકીઓ ભારતમાં મોકલે છે.

વિદેશ મંત્રીએ જણાવ્યું હતં કે, પાકિસ્તાન ઘણાં લાંબા સમયથી સરહદ પારથી આતંકવાદનો ઉપયોગ કરીને ભારત પર વાતચીત માટે દબાણ કરે છે. એવુ નથી કે અમે અમારા પાડોશી સાથે વાટાઘાટ નહીં કરીએ,પરંતુ તેમણે જે શરતો આગળ મૂકી છે તેના આધારે અમે વાટાઘાટો કરીશું નહી.

કેનેડામાં ખાલિસ્તાની પ્રવૃત્તિઓના અંગે વાત કરતા એસ.જયશંકરે જણાવ્યું હતું કે,ખાલિસ્તાની તાકાત ભારત અને કેનેડાને રાજદ્વારી સંબંધોને નુકસાનકારક ગતિવિધિ સામેલ થવા માટે જગ્યા આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, મુખ્ય મદ્દો એ છે કે, કેનેડાની રાજનીતિમાં ખાલિસ્તાની દળોને જગ્યા આપવામાં આવી છે અને તેમને નુકસાન પહોંચાડતી પ્રવૃતિઓમાં જાેડાવવાની સ્વતંત્રતા આપી છે. મને લાગે છે કે આ ન તો ભારતમાં હિતમાં છે ન તો કેનેડાના હિતમાં. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.