ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ, મિઝોરમમાં સૌથી ઓછી મુસ્લિમોની વસતી
નવી દિલ્હીે, ભારત વિવિધતામાં એકતા ધરાવે છે. અહી વિવિધ ધર્મના લોકો એકસાથે વસતા હોવાથી ભારતની સુંદરતામાં વધારો થાય છે. દેશમાં સૌથી વધુ વસ્તી હિંદુઓની છે અને ત્યારબાદ મુસ્લિમ ધર્મની છે.
દેશમાં વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૯૬.૬૩ કરોડ હિંદુ અને ૧૭.૨૨ કરોડ મુસ્લિમ લોકો વસે છે. પરંતુ આજે જાણીશું કે ક્યાં રાજ્યમાં સૌથી ઓછી તેમજ સૌથી વધુ મુસ્લિમ વસ્તી છે?
સૌથી વધુ મુસ્લિમ વસ્તીના સંદર્ભમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે આવે છે. અહીં ૨૧ કરોડથી વધુ મુસ્લિમો વસે છે. જે કુલ વસ્તીના ૧૪.૨૩ ટકા છે. જાે ભારતના રાજ્યની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ સૌથી વધુ વસ્તી ધરાવે છે. ઉત્તર પ્રદેશમાં ૧૯.૩ ટકા મુસ્લિમો વસે છે.
ત્યારબાદ ૨૫ ટકા સાથે પશ્ચિમ બંગાળનો બીજાે નંબર આવે છે. આ યાદીમાં બિહારનું નામ ત્રીજા સ્થાને છે. ત્યાં મુસ્લિમ વસ્તી ૧૬.૯ ટકા છે. ત્યારબાદ ચોથા સ્થાને મહારાષ્ટ્ર અને પાંચમા સ્થાને આસામનો સમાવેશ થાય છે.
રાજ્યની વસ્તીના ૧.૪ ટકા સાથે મિઝોરમ રાજ્ય દેશમાં સૌથી ઓછા મુસ્લિમો ધરાવતું રાજ્ય છે. મિઝોરમ પછી સિક્કિમમાં સૌથી ઓછી મુસ્લિમ વસ્તી છે. સિક્કિમમાં મુસ્લિમ ધર્મના ૧.૬ ટકા લોકો રહે છે. ત્યારબાદ ત્રીજા ક્રમે ૨.૨ ટકા લોકોની વસ્તી સાથે હિમાચલ પ્રદેશમાં ૨.૨ ટકા લોકો રહે છે.
આ યાદીમાં ૨.૨ ટકા સાથે ઓડિશા ચોથા ક્રમે અને ૨.૫ ટકા મુસ્લિમ વસ્તી સાથે નાગાલેન્ડ ૨.૫ ટકા સાથે પાંચમું સ્થાન ધરાવે છે. SS2SS