નસવાડી તાલુકાનું કેવડી ગામ પ્રાથમિક સુવિધાથી વંચિત
નસવાડી, રાજ્યમાં હજુ અનેક એવા વિસ્તારો છે જ્યાં વરસાદ બાદ રસ્તાઓનું સમારકામ નથી કરવામાં આવ્યું. બગડી ગયેલાં રસ્તાઓને લીધે જનતાને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં આજે છોટાઉદેપુરમાં તંત્રની બેદરકારીને લીધે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ છે પરિણામે એક પ્રસૂતાને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
રસ્તાનાં અભાવે પ્રસૂતાને પડી મુશ્કેલી ૨૦૨૪ની શરૂઆત થઈ ચૂકી છે પણ રાજ્યનાં અનેક વિસ્તારોની સ્થિતિ એવીને એવી જ છે! છોટાઉદેપુરનાં કેવડી ગામે પાક્કા રસ્તાના અભાવે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા પ્રભાવિત થઈ હતી.
પ્રસૂતાને લેવા આવેલી એમ્બ્યુલન્સ રસ્તાની દયનીય સ્થિતિને લીધે ચઢાણ ન ચડી શકી. ઈમેરજન્સીની આવી સ્થિતિમાં પ્રસૂતાને લેવા આવેલી એમ્બ્યુલન્સને ટ્રેક્ટરથી ખેંચવી પડી. કેવડી ગામે પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ ન હોવાને લીધે પ્રસૂતાને સમયસર સારવાર ન મળી શકી અને તેને હાલાકીનો સામનો કરવો પડ્યો.
શહેરોનાં વિકાસની વચ્ચે નસવાડી તાલુકાનું કેવડી ગામ વિકાસથી વંચિત રહી ગયું છે. અંતરિયાળ વિસ્તારમાં હજુ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જાેવા મળી રહ્યો છે. પાક્કા રસ્તાના અભાવે ૧૦૮ એમ્બ્યુલન્સને હાલાકી ભોગવવી પડી જેના કારણે પીડિતાને યોગ્ય સમયે સારવાર ન મળી શકી. આખરે કેટલા સમય સુધી લોકોએ આ પ્રકારની હાલાકનો સામનો કરવો પડશે? SS3SS