Western Times News

Gujarati News

AMCએ 8212 મિલકતો સીલ કરીઃ વિવિધ ટેક્ષની કુલ આવક 4466 કરોડ થઈ

મ્યુનિ. ટેક્ષ વિભાગે મિલકત વેરા પેટે રૂ.૧૧ર૭ કરોડની આવક મેળવી

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મ્યુનિ. કોર્પોરેશનની રેવન્યુ આવકનો સૌથી મોટો આધાર ટેક્ષ વિભાગ રહયો છે. ટેક્ષ વિભાગ દ્વારા ર૦રર-ર૩ના નાણાંકિય વર્ષમાં અનેક રિબેટ યોજનાઓ જાહેર કરવામાં આવી હતી જેમાં ૧૦૦ટકા વ્યાજ માફી યોજનાનો પણ સમાવેશ થાય છે. જેના કારણે તંત્રના ચોપડે ટેક્ષના મોટા લ્હેણા રહયા નથી

તેથી જે તે વર્ષની ડીમાન્ડના ૮૦ થી ૮પટકા આવક મેળવવા માટે પ્રયત્ન થઈ રહયા છે. આ લક્ષ્યાંક પૂર્ણ કરવા તંત્ર દ્વારા સીલીંગ ઝુંબેશ કરવામાં આવી હતી. ચાલુ નાણાંકિય વર્ષ દરમિયાન ટેક્ષ વિભાગ દ્વારા ૮ હજાર કરતા વધુ મિલકતો સીલ કરવામાં આવી છે જેની સામે મિલકત વેરા પેટે રૂ.૧૧૦૦ કરોડ અને તમામ પ્રકારની આવક પેટે રૂ.૧૪૦૦ કરોડ તંત્રની તિજોરીમાં જમા થયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને વર્તમાન નાણાંકીય વર્ષમાં ૩૧મી ડીસેમ્બર સુધી મિલકત વેરા પેટે રૂ.૧૧ર૭.ર૧ કરોડની નોંધપાત્ર આવક થઈ છે. પૂર્ણ થયેલ નાણાંકિય વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન રૂ.૮ર૮ કરોડની આવક થઈ હતી આમ વર્તમાન નાણાંકિય વર્ષમાં તંત્રની તિજોરીમાં મિલકત વેરા પેટે ગત વર્ષની સરખામણીએ રૂ.ર૯૯ કરોડની વધુ આવક થઈ છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વરસે એપ્રિલ અને મે મહિનામાં એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના જાહેર કરવામાં આવે છે જેનો લાભ નાગરિકોની સાથે સાથે તંત્રને પણ થાય છે. વર્તમાન નાણાંકિય વર્ષમાં એડવાન્સ ટેક્ષ રિબેટ યોજના દરમિયાન મિલકત વેરા પેટે રૂ.૬૮૮.૬૭ કરોડની આવક થઈ છે. તેવી જ રીતે પ્રોફેશનલ ટેક્ષની આવકમાં પણ વધારો જોવા મળ્યો છે.

ર૦રર-ર૩ના વર્ષ દરમિયાન પ્રોફેશનલ ટેક્ષની કુલ આવક રૂ.ર૧૬.૮૧ કરોડ હતી જેની સામે વર્તમાન નાણાકિય વર્ષમાં ૩૧ ડીસેમ્બર સુધી રૂ.૧૬ર.૩૧ કરોડની આવક થઈ છે. પાછલા નાણાકીય વર્ષમાં આજ સમયગાળા દરમિયાન રૂ.૧પ૬ કરોડની આવક થઈ હતી. જયારે વ્હીકલ ટેક્ષની આવકમાં ગત વર્ષની સરખામણીએ ૧૬.૩૦ ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ટેક્ષના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે મિલકતવેરાના નાના મોટા દેવાદારોની મિલકત સીલ કરવામાં આવે છે. ચાલુ વર્ષ દરમિયાન ૩૧ ડીસેમ્બર સુધી ૮ર૧ર મિલકતો સીલ કરવામાં આવી છે. શહેરના મધ્યઝોનમાં ૯૦૩, ઉત્તર-૧૧૭૪, દક્ષિણ ઝોન-૧રર૯, પૂર્વ ઝોન-૧પ૮૬, પશ્ચિમ ઝોન-૧પપ૧, ઉ.પ.-૯૯૦ અને દ.પ.-૭૭૯ મિલકતો સીલ કરવામાં આવી છે.

જેની સામે વર્તમાન નાણાકીય વર્ષમાં મધ્યઝોનમાં ૧ર૯.૮૬ કરોડ, ઉત્તર ઝોનમાં ૯૭.પ૬ કરોડ, દક્ષિણ ઝોનમાં ૯૮.પર કરોડ, પૂર્વમાં રૂ.૧ર૩.૬૧ કરોડ, પશ્ચિમમાં ર૮૭.પ૧ કરોડ, ઉ.પ.માં રૂ.રર૩.પ૮ કરોડ અને દ.પ.માં રૂ.૧૬૬.પ૬ કરોડની આવક થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.