ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા આપવી મોંઘી પડશે
અમદાવાદ, ગુજરાત ગૌણ સેવા મંડળની પરીક્ષા માટે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી આપવા તૈયાર રહેવું પડશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ૧૧૧ રૂપિયાના બદલે ગૌણ સેવા પસંદગી મંડળ હવે રૂ. ૫૦૦ પરીક્ષા ફી લેશે.
અનામત વર્ગમાં આવતા ઉમેદવારોએ રૂ. ૪૦૦ પરીક્ષા ફી ભરવાની રહેશે. પરીક્ષા ફી ભરવા માટે ઉમેદવારોને આપશે ઓનલાઇન પેમેન્ટની સુવિધા આપવામાં આવશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા તૈયારી કરનારા ઉમેદવારોનાં હિતમાં આ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આંકડા મદદનીશની ભરતી જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંશોધન મદદનીશ વર્ગ ૩ ની ૯૯ અને આંકડા મદદનીશ વર્ગ ૩ ની ૮૯ પોસ્ટની ભરતી કરવામાં આવશે. આકંડા મદદનીશની કુલ ૧૮૮ પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
જે માટે ૨ જાન્યુઆરીથી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે અને ૧૬ મી જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. લાંબા સમયથી ઉમેદવારો બંને પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા OJASની વેબસાટ પર ઓનલાઈન અરજી તારીખ ૨ જાન્યુઆરી ૨૦૨૩થી શરૂ થશે અને જે તારીખ ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ સુધી કરી શકાશે.
સંશોધન મદદનીશ વર્ગ-૩ માટે કુલ ૯૯ જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-૩ માટે ૮૯ જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.SS1MS