ઉષા નાડકર્ણી “કૈસે મુઝે તુમ મિલ ગયેં”માં દાદીના પાત્રમાં જોવા મળશે
ઝી ટીવીનો તાજેતરનો રજૂ થયેલો શો, કૈસે મુઝે તુમ મિલ ગયેંએ તેના બે વિરોધાભાષી વ્યક્તિત્વ – અમૃતા (શ્રિતિ ઝા) અને વિરાટ (અર્જિત તનેજા)ની અશક્ય પ્રેમકથા સાથે તેના પ્રિમિયરથી દર્શકોને જકડી રાખ્યા છે. Usha Nadkarni to make a fiery entry in Zee TV’s Kaise Mujhe Tum Mil Gaye
શોની મધ્યવર્તિ વાર્તામાં એક ચમકતી, આશાવાદી મરાઠી મુલગી છે, જે માને છે કે, લગ્ન માટે એક યોગ્ય સાથી શોધ્યા બાદ એ લગ્ન ટકાવી રાખવા માટે પણ પ્રયત્ન કરવો પડે છે અને તેની સામે છે એક દિલ્હી સ્થિત પંજાબી મુંડા – વિરાટ (અર્જિત તનેજા) જેને લગ્નમાં વિશ્વાસ જ નથી, તે એવું માને છે કે, મહિલાઓ પૈસા પાછળ જ પાગલ હોય છે.
તાજેતરના આ પારિવારિક નાટક એ કેટલાક અદ્દભુત સીનથી દર્શકોને જકડી રાખ્યા છે. અમૃતાના પિતા તેની માતા ભવાની (હેમાંગી કવિ) પાસેથી ઘરેણા લઇ જવા આવ્યા છે, ત્યારથી માંડીને અમૃતા તેની પાછળ પિતાનું નામ કાઢીને તેની માતાનું નામ તેની પાછળ અપનાવે છે ત્યાં સુધી, આપણે હંમેશા જોયું કે, તે સાચા માટે હંમેશા તેની માતાની સાથે ઉભી રહી છે. આ બધા દરમિયાન દર્શકો અનુભવી કલાકાર ઉષા નાડકર્ણીને ધ્યાનેશ્વરી – અમૃતાના દાદી તરીકે પ્રવેશતા જોશે.
નવા આવતા પ્રોમોમાં આપણે જોયું કે, અમૃતા જૂએ છે કે, તેની માતાને બબિતા (કિશોરી શહાને વિજ) ટોણા માણે છે, કે અમૃતાની લગ્નની ઊંમર વિતાવી ગઈ છે. અમૃતા તેની આ બાબતની સામે વિરોધ ઉઠાવતા કહે છે કે, શા માટે સમાજની મહિલાઓએ જ આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે, આ દરમિયાન દર્શકો પણ અમૃતાની ઉત્સુક અને જોરદાર દાદીનો પ્રવેશ જોશે, જે પાત્ર અનુભવી પાત્ર ઉષા નાડકર્ણી કરતા જોવા મળશે.
ચિટનિસ પરિવારના આ સૌથી મોટા સભ્યની સાથે દર્શકો પણ જોશે કે, તેના મંતવ્ય અમૃતાથી કેટલા સુસંગત છે, તે ફરીથી દર્શાવે છે કે, કઈ રીતે યુવાનો તેમના દાદા-દાદી સાથે સારી રીતે જોડાતા નથી. ચાહકો અત્યંત પ્રસિદ્ધ ઉષા નાડકર્ણીને તેમના તીખા અને જુસ્સાદાર અવતારમાં જોઈને ખૂબ જ ખુશ થશે!
ઉષા નાડકર્ણી કહે છે, “હું ઝી ટીવી પર લાંબા સમય બાદ પાછી ફરતા ખૂબ જ ખુશ છું, આ તો મને ઘરે પરત ફર્યા જેવું લાગે છે. હું કૈસે મુઝે તુમ મિલ ગયેંમાં અમૃતાનું પાત્ર કરતી જોવા મળીશ. તે હંમેશા સાચા માટે ઉભી રહે તેવી જોરદાર છે. હું માનું છું કે, ધ્યાનેશ્વરી એક મજબૂત મહિલા છે, જે દર્શકોના દિલ પર એક નોંધપાત્ર અસર છોડશે.”