Western Times News

Gujarati News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૦૨ કેસ નોંધાયા

નવી દિલ્હી, દેશમાં ફરી એકવાર કોરોના ડરામણો સ્વરૂપ ધારણ કરી રહ્યો હોય તેવું દેખાય છે. આજે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. દેશમાં એક દિવસમાં નવા ૬૦૨ કેસ નોંધાયા હતા.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના ૬૦૨ નવા કેસ સામે આવ્યા. જાેકે ૫ લોકોના મૃત્યુ થયા હતા. દેશમાં કોરોનાના કુસ એક્ટિવ કેસની સંખ્યા પણ હવે ૪૪૪૦ થઈ ચૂકી છે.

માહિતી અનુસાર એક દિવસ પહેલા એટલે કે ૨ જાન્યુઆરીએ ૫૭૩ નવા કેસ નોંધાયા હતા. જાેકે બે લોકો મૃત્યુ પામ્યા હતા. તેના પહેલા ૧ જાન્યુઆરીએ દેશમાં ૬૩૬ નવા કેસ સામે આવ્યા હતા અને ૩ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજી બાજુ કર્ણાટકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧ દર્દીનું મોત નીપજ્યું, જ્યારે કુલ ૧૪૮ પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.