હરિયાણા-રાજસ્થાનમાં ૩૧ સ્થળે એનઆઈએના દરોડા
નવી દિલ્હી, કરણી સેના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કેસમાં એનઆઈએએ હરિયાણા અને રાજસ્થાનમાં ૩૧ ઠેકાણે પર દરોડા પાડ્યા છે. ગૃહમંત્રાલય તાજેતરમાં જ એનઆઈએને હત્યાકાંડની તપાસ સોંપી હતી. વાસ્તવમાં હત્યાકાંડમાં હાઈ-પ્રોફાઈલ ગેંગસ્ટરનો હાથ હોવાની આશંકાના પગલે એનઆઈએને જવાબદારી સોંપી છે.
હાલ એનઆઈએ શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી રહી છે, ત્યારબાદ એનઆઈએએ દરોડા પાડવાના શરૂ કરી દીધા છે.
આ દરમિયાન સુખદેવ સિંહ ગોગામેડીની ૫ ડિસેમ્બરે ગોળીમારી હત્યા કરી દેવામાં આવી હતી. તેમના નિવાસસ્થાને જ ઘટનાને અંજામ અપાયો હતો. હત્યાકાંડની ઘટના પણ સીસીટીવીમાં સામે આવી હતી.
ગોગામેડીની હત્યાની જવાબદારી લૉરેન્સ બિશ્નોઈ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારાએ લીધી હતી. તેણે ફેસબુક પર પોસ્ટ કરી હત્યામાં તેનો હાથ હોવાની કબૂલાત કરી હતી. અહેવાલો મુજબ હત્યાના થોડા મહિના પહેલા ગોદારાએ દુબઈના નંબર પરથી ગોગામેડીને કૉલ કરી હત્યાની ધમકી આપી હતી.
દિલ્હી ક્રાઈ બ્રાન્ચ અને રાજસ્થાન પોલીસે હત્યાકાંડમાં સામેલ આરોપી શૂટર રોહિત રાઠૌડ, નિતિન ફૌજી અને ઉધમની ૧૦ ડિસેમ્બરે ધરપકડ કરી હતી. ત્યારબાદ જયપુર પોલીસે ષડયંત્ર રચનાર વધુ એક વ્યક્તિને દબોચી લીધો હતો.
ગોગામેડીની પત્ની શીલા શેખાવતે હ્લૈંઇમાં દાવો કર્યો છે કે, ગોગામેડીને સુરક્ષા પુરી પાડવા ૩ વખત ૨૪ ફેબ્રુઆરી, ૧ માર્ચ અને ૨૫ માર્ચે રાજસ્થાનના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પોલીસ મહાનિદેશક (ડીજીપી)ને પત્ર લખાયો હતો. જાેકે તેમણે જાણીજાેઈને સુરક્ષા પુરી ન પાડી.
આ એફઆઈઆરગોગામેડીની પત્ની શીલા શેખાવત દ્વારા દાખલ કરાઈ છે. ૧૪ ફેબ્રુઆરી-૨૦૨૩ના રોજ પંજાબ પોલીસે) રાજસ્થાનના ડીજીપીને પત્ર લખી જણાવ્યું હતું કે, સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ત્યારબાદ ૧૪ માર્ચ ૨૦૨૩ના રોજ જયપુરની એટીએસએ એડીજીપી (ઈન્ટેલિજન્સ)ને પણ આ બાબતની જાણકારી આપી હતી.
પત્નીએ આરોપ લગાવ્યો કે, આટલા બધા ઈનપુટ મળવા છતાં જાણીજાેઈને મુખ્યમંત્રી ગેહલોતે અને ડીજીપી સહિત જવાબદાર અધિકારીઓએ ગોગામેડીને સુરક્ષા આપી નહીં. હ્લૈંઇ મુજબ ૫ ડિસેમ્બરે બપોરે હથિયારધારી લોકો પ્લાનિંગ હેઠળ તેમના પતિ સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને આવ્યા હતા. બંને હુમલાખોરો એકબીજાને રોહિત રાઠોડ અને નિતિન ફૌજીના નામથી બોલાવી રહ્યા હતા. થોડા સમય બાદ હુમલાખોરોએ ફાયરિંગ કરવાનું શરૂ કર્યું, જેમાં ગોગામેડી અને નવીન શેખાવતનું મોત નિપજ્યું. SS2SS