રામલલાના અભિષેક માટે બાબરના દેશથી આવ્યું જળ

નવી દિલ્હી, અયોધ્યામાં રામ મંદિર માટે રામલલાની મૂર્તિ તો ફાઈનલ થઈ ગઈ પરંતુ ૧૭ તારીખના રોજ તેને જાહેર કરવામાં આવશે. આ દિવસે નગર ભ્રમણનો કાર્યક્રમ છે. હાલ સમગ્ર દેશમાં ૨૨ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમની ચર્ચા છે. આવામાં એ જાણવું ખુબ રસપ્રદ છે કે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે મુઘલ શાસક બાબરની જન્મભૂમિ ઉઝ્બેકિસ્તાનથી પણ જળ મંગાવવામાં આવ્યું છે.
એટલું જ નહીં પાકિસતાન, ચીન, દુબઈ સહિત એન્ટાર્કટિકાના જળથી પણ શ્રીરામનો અભિષેક કરવામાં આવશે. ગત વર્ષે એપ્રિલમાં દિલ્હીના પૂર્વ ભાજપ વિધાયક વિજય જૌલી ૧૫૫ દેશોથી લાવવામાં આવેલા પવિત્ર જળને લઈને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને મળ્યા હતા.
ત્યારે તસવીરો પણ સામે આવી હતી. ગડકરીએ કહ્યું હતું કે આ ઐતિહાસિક છે. કળશને નજીકથી જાેઈએ તો તેમાં ચીન, લાઓસ, લાતવિયા, મ્યાંમાર, મંગોલિયા, સાઈબેરિયા, દક્ષિણ કોરિયા જેવા અનેક દેશોના નામના સ્ટિકર જાેવા મળે છે. વિજય જૌલીએ દાવો કર્યો છે કે કુલ ૧૫૬ દેશોથી જળ સંગ્રહમાં તમામ ધર્મના લોકોનો સહયોગ મળ્યો છે.
સાઉદી અરબથી હિન્દુઓએ તો ઈરાનથી મુસ્લિમ મહિલાએ જળ મોકલ્યું છે. કઝાકિસ્તાનથી તાજ મોહમ્મદે ત્યાંની પ્રમુખ નદીનું જળ મોકલ્યું છે. કેન્યાથી શીખ ભાઈઓની મદદથી જળ ભેગું કરાયું. સિંધિઓએ ખુબ જ સાવધાની વર્તતા પાકિસ્તાનથી અયોધ્યા માટ જળ મોકલ્યું છે.
જૌલીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા જ જળથી ભરેલો મોટો કળશ વિશ્વ હિન્દુ પરિષદના સંરક્ષક મંડળના સભ્ય દિનેશ ચંદ્રને સોંપવામાં આવ્યો. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં આ જળનો ઉપયોગ થશે. SS3SS