દાહોદમાં ઈ-ધરા કેન્દ્રમાં છેલ્લા ૫ દિવસથી કનેક્ટિવિટી બંધ
દાહોદ, છેલ્લા ચાર-પાંચ દિવસથી કનેક્ટિવિટી ન હોવાના પગલે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. પાક નુકસાન તથા અન્ય લાભો લેવા ખેડૂતોને વિવિધ ડોક્યુમેન્ટની જરૂર હોય છે, ત્યારે કનેક્ટિવિટી ન હોવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
ત્યારે આ સમસ્યાનો ઝડપથી અંત આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. દાહોદમાં ઈ-ધરા કેન્દ્ર પર કનેક્ટિવિટીની રામાયણથી ખેડૂતો પરેશાન થયા છે. હાલ સરકારી યોજનાના લાભ માટે ખેડૂતોને ૭/૧૨ અને ૮-અ સહિતની નકલોની જરૂરિયાત છે.
જે માટે વહેલી સવારથી ખેડૂતો ખેતી છોડી નકલ લેવા લાંબી કતારમાં ઉભા રહે છે, પરંતુ ઈ-ધરા કેન્દ્ર પર કનેક્ટિવિટી ન હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.છેલ્લા ચાર-પાંચ દિવસથી કનેક્ટિવિટી ન હોવાના પગલે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.
પાક નુકસાન તથા અન્ય લાભો લેવા ખેડૂતોને વિવિધ ડોક્યુમેન્ટની જરૂર હોય છે, ત્યારે કનેક્ટિવિટી ન હોવાથી લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો ઝડપથી અંત આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે. SS3SS