પ્લાસ્ટિકમાંથી બનાવેલ કોટી CM ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવી
આ વર્ષના કાંકરિયા કાર્નિવલ ૨૦૨૩ દરમિયાન કાંકરિયા પરીસરમાં કુલ 4 Bottle Crusher Machine મુકવામાં આવેલ હતા. જેમાં 1500 કિલો થી વધુ પ્લાસ્ટિક એકત્રિત કરવામાં આવેલ હતું. આ પ્લાસ્ટિકમાંથી બનાવેલ કોટી આજે મેયર શ્રી પ્રતિભાબેન જૈન, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી,
રીક્રીએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદી તથા ચીફ સેક્રેટરી શ્રી પંકજ કુમાર, કમિશ્નર શ્રી થેન્નારસન દ્વારા માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપવામાં આવેલ અને માન. મુખ્યમંત્રી શ્રી દ્વારા આ સ્ટાર્ટપ કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ હતી.