Western Times News

Gujarati News

આસપાસના લોકો જયારે તમારી સાથે પ્રપંચ આદરે ત્યારે…

Presentation image

પોતાની કરીયરમાં કે પોતાના સંબંધોમાં પૂર્ણ ફોકસ કરીને નીતિપૂર્વક પ્રેમથી અને ધર્મ પકડીને ચાલવું

મહાભારતકાળમાં અને હાલના સમયમાં જો કશાકનો ફેરફાર થયો હોય તો એ ફેરફાર કોમ્યુનીકેશન ટુલ્સ,વાહનવ્યવહાર અને રહેણીકરણીનો જ છે. બાકી માનવ સ્વભાવ અઅને માનવ સમસ્યાઓ ત્યારની અને અત્યારની એકસરખી જ છે. એટલે જ ‘મહાભારત’ અને શાંતિપર્વ બંને આજે પણ અત્યંત પ્રસ્તુત છે. માનવ સ્વભાવ અને માનવ સમસ્યા સંદર્ભનો એક સરસ મજાનો પ્રશ્ન યુદ્ધિષ્ઠર પિતામહ ભીષ્મ સાથે ચર્ચે છે.

યુધિષ્ઠિરનો એ પ્રશ્ન આજે પણ એટલો જ પ્રસ્તુત છે. રાધર આજે તે એ સમસ્યાનો લગભગ દરેક જણ સામનો કરી રહયું છે. આખરે ત્યારે થોડીઘણી પણ માણસાઈ તો હતી હવે માણસો પાસે અમુક મુલ્યોની અપેક્ષા રાખવી વધુ પડતી છે!

યુધિષ્ઠર પિતામહાને પુછે છે કે જો તમારી આસપાસના નજીકના લોકો તમને એકલા પાડવાનો પ્રયત્ન કરે અને તેઓ સમયાંતરે શકિત પ્રદર્શન કરતા રહેતા હોય ત્યારે તમારે શું કરવું અને કઈ રીતે એવા લોકોને ખાળવા ! ભીષ્મ આ વિશે અત્યંત સુંદર જવાબ આપે છે. તેઓ કહે છેકે વ્યકિત સારી હશે કે ખરાબ હશે ગુણવાન હશે કે ભ્રષ્ટ હશે.

કઠોર હશે કે નરમ હશે.. પરંતુ તેની સાથે પ્રપંચ તો થવાનો જ છે. પ્રપંચ એ માનવસમૂહનું અવિભાજય અંગ છે. એટલે એવું નથી કે સારા માણસો સાથે જ પ્રપંચ થાય ! પણ માણસ સારો છે. ખરાબ કે નબળો છે કે મહાન એ ત્યારે જ સ્પષ્ટ થતું હોય છે. જયારે તે પોતાના સાથે થતાં પ્રપંચ સાથે કઈ રીતે કામ પાર પાડે છે!

ભીષ્મ કહે છે. કે જયારે પણ માણસ સાથે પ્રપંચ થાય અથવા બીજાઓ દ્વારા માણસને એકલો પાડવાના પ્રયત્ન થાય કે તેની સામે ખોટીરીતે શકિતપ્રદર્શન થાય ત્યારે જે મહાન છે. કે ધીરજવાન માણસ છે. એ તેની સમતા અને વિવેક જાળવી રાખે છે. આવા કિસ્સામાં સામેના માણસો દ્વારા હંમેશમાં ઉગ્ર પ્રતીભાવ એટલે કે રીએકશનની અપેક્ષા રાખવામાં આવતી હોય છે. અથવા તો હાથેકરીને એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. હાથેકરીને એવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે. જેથી એકલો પાડી દેવાયેલો માણસ ઉશ્કેરાય ! કારણ કે ઉશ્કેરાટ માણસ સ્વાભાવિક જ ગમે એમ બોલે અથવા ગમે એમ વર્તે અથવા તો પોતે સાચો છે એવું સાબિત કરવા માટે હવાનિયતા મારે.

પરંતુ આવા સમયે કોઈ પણ રીએકશન આપવાની કે પોતે સાચા છીએ અને બીજા ખોટા છે એવુંસાબીત કરવાની માથાકુટમાં નથી પડવાનું એવી ભીષ્મ સલાહ આપે છે. તેઓ કહે છે કે સત્યને કયારેય સાબીતીની જરૂરી નથી હોતી. સત્ય હંમેશાં એના સમયે એની રીતે સિદ્ધ થતું જ હોય છે. વળી કોની સામે તમે તમારી જાતને સાચી સાબીત કરો છો એ પણ જોવું રહયું.

કારણ કે જેને સત્ય સાથે કે મુલ્યો સાથે કે નીતી સાથે નિસ્બત જ નથી એ કંઈ તમારી આબરૂ કાઢવામાં એટલે એવા સમયે જો કંઈ કરવાનું થાય તો એ જજ કરવાનું થાય કે તેમને સંપૂર્ણ્‌ પણે અવગણીને પોતાના કામમાં અને પોતાના જીવનમાં ધ્યાન કેન્દ્રીયત કરવું. ભીષ્મ કહે છે કે આવા લોકોને તો જ મજા આવશે જો તમે ઉશ્કેરાયો કે તમે એમના કોઈક પગલાં કે એમના શકિતપ્રદર્શનમાં રીએકટ કરશો. બાકી, જો તમે એમને અવગણશો અને તેમને કોઈ અહેમીયત જ નહી આપો તો તેઓ એક સમયે કંટાળી જશે.

બલ્કે તેઓ નાસીપાસ થઈ જશે. કારણ કે માણસ વધુ સમય સુધી પ્રપંચ આદરી શકતો નથી. પ્રપંચ આદરતો માણસ બીજાની આખમાંથી તો પછી ઉતરે પરંતુ જયારે પ્રપંચની સામેનો માણસ અવગણી કાઢે છે. ત્યારે એઅ પોતાની જ નજરમાંથી ઉતરી જજાય છે. અને પ્રપંચની એ કટુતા તેના ચહેરા પર દેખાવા માંડે છે !

વળી પ્રપંચી લોકો કંઈ દૂધે ધોયેલા તો હોતા નથી. તેઓ પ્રપંચ આદરતી વખતે કે બીજાને ખોટા સાબીત કરવા માટે હંમેશા ખોટી વાતો ખોટા લોકો, ખોટા ઈરાદા અને ખોટી કરતુતોમાં પડતા હોય છે. અતતઃ તો એ બધુ પાપજ છે. એટલે એ બધું ય ઝાઝું ટકતું નથી. અઅને એ પ્રપંચનીઓના વ્યકિતગત જીવનમાં તેમના કૌટુબીક જીવનમાં કે તેમના આર્થિક આયોજનોમાં અથવા તો તેમના સામાજીક જીવનમાં અત્યંત મોટાપાયે ભડકા થતાં હોય છે.

એનો અર્થ એઅ થયો કે એવા પ્રપંચીઓનો તેમનું જ પાપ સર્વનાશ કરી દેતો હોય છે. તો પછી જેનો સાથે પ્રપંચ આદરવામાં આવે છે. અથવા જેને એકલો પાડવાના પ્રયત્નો કરવામાં આવે છે. તેણે કોઈ પણ પ્રકારની ભુમીકા જ શું કામ ભજવવી ? એ એના કરતા એમની બરબાદીનો તમાશો શાંતીથી જોયા કરવાનો !અને ત્યાં સુધી પોતાના જીવનમાં પોતાની કરીયરમાં કે પોતાના સંબંધોમાં પુર્ણ ફોકસ કરીને નીતીપૂર્વક પ્રેમથી અને ધર્મ પકડીને ચાલવું કયારેય પોતાની ધીરજ ન ખોવી

અને કયારેય પોતાનો વિવેક ન ગુમાવવો ! પોતાના વિવેક અઅને નીતિથી જ તેની જીત થશે અને તેના જીવનમાં તે અત્યંત શાંતિપૂર્વક રહી શકશે. બાકી નકામા લોકો અને નકામા લોકોનું વર્તન હંમેશા આસપાસ રહેવાનું જ છે. સ્કિલ એ રીતે સુધારવાની છે કે તેમને ગણકારવાના થતાં નથી. આપણો આપોઆપ સુખી થઈ જઈશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.