નવા વર્ષમાં ૮ સાઉથ ઇન્ડીયન ફિલ્મોની રાહ જોઇ રહ્યા છે ફેન્સ
મુંબઈ, રજનીકાંતની વેટ્ટાયન, પ્રભાસની કલ્કી ૨૮૯૮ એડી, અલ્લુ અર્જુનની પુષ્પાઃ ધ રૂલ, ઋષભ શેટ્ટીની કંતારા ચેપ્ટર ૧થી લઈને કાંગુવા અને કેપ્ટન સુધી ૨૦૪ માં પણ સાઉથ ઇન્ડીયન ફિલ્મોનો જલવો યથાવત રહેવાનો છે. જેમ કે તેના ટાઇટલથી ખબર પડે છે કે આ મોસ્ટ અવેઈટેડ પાન ઈન્ડિયન ફિલ્મ ભવિષ્ય પર આધારિત છે.
ફિલ્મના ફર્સ્ટ લુક પર નજર કરીએ તો પ્રભાસ એક પ્રકારના મસીહા તરીકે જોવા મળે છે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન અને દીપિકા પાદુકોણ જેવા ઉચ્ચ-પ્રોફાઇલ કલાકારો છે. આ ફિલ્મનો ફર્સ્ટ લૂક સાન ડિએગોમાં કોમિક કોમ ફેસ્ટિવલમાં લાન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેના ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કાંગુવા ઃ સિરુથાઈ સિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ સાથે અભિનેતા સૂર્યા પાન ઈન્ડિયન સ્ટારની રેસમાં જોડાઈ રહ્યો છે. ફિલ્મ નિર્માતા કે. ઇ. જ્ઞાનવેલ રાજા આ પ્રોજેક્ટને લઈને એટલા મહત્વાકાંક્ષી છે કે તેઓ આ ફિલ્મને ૩૮ ભાષાઓમાં ડબ કરવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, તે હજી સ્પષ્ટ નથી કે આ ફિલ્મ એક જૂના કાળની છે કે તેનો એક ભાગ સદીઓ પહેલાં સેટ કરવામાં આવ્યો છે.
કેપ્ટન મિલર ઃ ધનુષ અભિનીત અને અરુણ માથેશ્વરન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ સ્વતંત્રતા પહેલાના યુગ પર આધારિત બીજી પીરિયડ ફિલ્મ છે. ધનુષ ફિલ્મમાં વિદ્રોહીની ભૂમિકા ભજવી રહ્યો છે, જે ફિલ્મના પ્રોમોમાં સંસ્થાનવાદીઓ સામે લડતો જોવા મળે છે. ફિલ્મમાં કન્નડ સુપરસ્ટાર શિવરાજકુમારનો કેમિયો છે. આ ફિલ્મ પોંગલ ૨૦૨૪ના રોજ રીલિઝ થવાની છે.
ઇન્ડીયન ૨ ઃ ૨૫ વર્ષના લાંબા વિરામ બાદ કમલ હાસન અને શંકરની જોડી લાંબા સમયથી પેન્ડીંગ ફિલ્મ ૨૦૨૪ માં ફેન્સને જોવા મળી શકે છે. ‘ઇન્ડિયન ૨’ એ જ નામની ૧૯૯૬ની ક્લાસિક ફિલ્મની સિક્વલ છે. આ ફિલ્મમાં કમલ હાસન એક વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીની ભૂમિકા ભજવે છે જે ભ્રષ્ટાચાર સામે લડવાનું નક્કી કરે છે.
વેટ્ટૈયાન ઃ રજનીકાંત અને ટીજે જ્ઞાનવેલ રાજાની ફિલ્મનું વધુ એક આકર્ષણ છે- અમિતાભ બચ્ચન. જેલરની જેમ વેટ્ટાઇયન પણ ફહાદ ફાસીલ અને રાણા દગ્ગુબાતી જેવા અન્ય કલાકારો છે. વેટ્ટાયનના પ્રોમોએ તેના ચાહકોને ખાતરી આપી છે કે તે શુદ્ધ રજનીકાંત પ્રકારની ફિલ્મ હશે.SS1MS