રાજ્યભરમાં ઠંડીનો જોરદાર ચમકારો
અમદાવાદ, જાન્યુઆરી મહિનાની શરુઆત થતા હવે શિયાળો પણ બરાબર જામ્યો છે. ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.ગુજરાતના ૧૦ શહેરોમાં ૧૩ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે, હજુ પણ પાંચ દિવસ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યભરમાં ઠંડીનો જોરદાર ચમકારો યથાવત્ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ૧૦ શહેરોમાં ૧૩ ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે. ૮.૨ ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકો ઠૂંઠવાયા છે. અમદાવાદમાં તાપમાનનો પારો ૧૪.૫ ડિગ્રી પર આવ્યો છે. તો ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી, ડીસામાં ૧૧.૩ ડિગ્રી, અમરેલીમાં ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયુ છે. રાજકોટમાં ૧૧.૫, પોરબંદરમાં ૧૧.૨, કેશોદમાં ૧૧, સુરેન્દ્રનગરમાં ૧૨.૪ ડિગ્રી ઠંડી નોંધાઇ છે.
રાજ્યમાં હજુ પણ ઠંડીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગે પાંચ દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફ છે.આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાયું હતું. ગુજરાતમાં આ વર્ષે ડિસેમ્બર મહિનામાં કાતિલ ઠંડી નથી પડી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી ઓછી પડી.SS1MS