Western Times News

Gujarati News

જામિયા હિંસા મામલે હિંસક રેકોર્ડ ધરાવના ર૧૦ પકડાયા

નવીદિલ્હી: નાગરિક સુધારા કાનુનની સામે વિરોધ પ્રદર્શન દરમિયાન દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં હિંસા, આગ અને તોડફોડની ઘટનાના સંબંધમાં પોલીસે હજુ સુધી ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા તમામ લોકોમાં કોઇ પણ વિદ્યાર્થીઓ નથી. ઝડપાયેલા તમામ લોકો અપરાધિક રેકોર્ડ ધરાવે છે. તેમાં કોઇ વિદ્યાર્થી નથી. તમામ લોકો જાણે છે કે દક્ષિણ દિલ્હીના ન્યુ ફ્રેન્ડસ કોલોનીમાં થયેલી હિંસાના સિલસિલામાં દિલ્હી પોલીસે હજુ સુધી બે એફઆઇઆર દાખલ કરી છે.


રવિવારના દિવસે સુધારવામાં આવેલા કાનુનની સામે વિરોધ પ્રદર્શન દદરમિયાન હિંસા ભડકી ઉઠી હતી. જે ગાળા દરમિયાન અરાજક તત્વો દ્વારા જારદાર તાંડવ મચાવીને હિંસા ફેલાવી હતી.હિંસામાં ૧૦ લોકો ઘાયલ થયા હતા. જામિયા હિંસામાં બહારના તત્વો પણ સામેલ હતા તેમ પોલીસે કહ્યુ છે. વિરોધ પ્રદર્શનમાં જામિયાના વિદ્યાર્થીઓની સાથે સાથે આસપાસના લોકો પણ હોવાની વિગત સપાટી ઉપર આવી છે.

દિલ્હી પોલીસ તરફથી પીઆરઓ એમએસ રંધાવાએ કહ્યું હતું કે, પોલીસ તરફથી એક પણ ગોળી ચલાવવામાં આવી નથી. કોઇપણ કારણસર કોઇનું મોત પણ થયું નથી. અટકળોથી બચવાની જરૂર દેખાઈ રહી છે. રંધાવાએ કહ્યું હતું કે, ૧૩મી ડિસેમ્બરના દિવસથી વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ હતી.

૧૪મી ડિસેમ્બરના દિવસે પણ પ્રદર્શન થયું હતું પરંતુ સ્થિતિ પોલીસના કન્ટ્રોલમાં હતી ત્યારબાદ રવિવારના દિવસે પણ બેથી ચાર વચ્ચે પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. બસમાં આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે ટોળાને જામિયાનગર તરફે ધકેલવાની શરૂઆત કરી હતી. દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.પોલીસે સીસીટીવી અને વિડિયો ફુટેજમાં તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.