માણસાની યુવતીને અમેરિકા જવાની ઈચ્છા મોંઘી પડી
ગાંધીનગર, અમેરિકા જવાની વાત આવે એટલે ઘણાંના કાન સરવા થઈ જતા હશે, આવામાં અમેરિકા જવા માટે ખોટા રસ્તા પણ અપનાવવામાં આવતા હોય છે પરંતુ આ ઘેલછા કેટલાક લોકોને બહુ મોંઘી પડી જતી હોય છે. ગાંધીનગરની યુવતી શ્રદ્ધા (નામ બદલ્યું છે)ને અમેરિકા જવાની ઈચ્છા મોંઘી પડી ગઈ છે, અમેરિકાનું સપનું જાેઈને બેઠેલી યુવતી એક યુવકની વાતોમાં આવી ગઈ અને તેના પ્રેમમમાં પડી ગઈ હતી.
જાેકે, તેને એક ઠોકર વાગી તે પછી પણ તેનો અમેરિકા જવાનો મોહ ભંગ થયો નહી અને આખરે તેણે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આ યુવતી જે વ્યક્તિ પણ અમેરિકા જવા માટે વિશ્વાસ મૂક્યો હતો અને તેના પ્રેમમાં પડી હતી તે યુવકે જ તેને છેતરી હોવાનો કિસ્સો બન્યો છે. અમારી સાથે વાત કરનારા એક્સપર્ટ ઘણી વખત કહી ચૂક્યા છે કે અમેરિકા કે કોઈ પણ દેશમાં જવું હોય તો કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવી જાેઈએ કોઈની વાતોમાં આવીને ખોટું પગલું ભરવાથી નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડે છે.
ગાંધીનગરના માણસાની શ્રદ્ધાને અમેરિકા જવાની ઘેલછા ભારે પડી ગઈ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ યુવતીએ આ ઘેલછામાં ૬૫ લાખ રૂપિયા અને સોનું એમ કુલ મળીને ૭૧.૨૨ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. અમેરિકાનું સપનું જાેઈને બેઠેલી શ્રદ્ધાની મુલાકાત અમદાવાદમાં તેના કાકાના ઘરે ગઈ હતી ત્યારે માણસાના પાટણપુરાના જસ્મીન પટેલ નામના શખ્સ સાથે થઈ હતી.
જસ્મીનની વાક છટાથી શ્રદ્ધા આકર્ષાઈ ગઈ હતી, પરંતુ આ પછી તે વિશ્વાસ મૂકીને બરાબરની ફસાઈ ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાના માતા-પિતા ૧૪ વર્ષથી વિદેશમાં રહે છે અને તે અહીં ફિઝીયોથેરાપીનો અભ્યાસ કરી રહી છે. શ્રદ્ધા અમદાવાદ કાકાના ઘરે જતી હતી અને ત્યાં તેની મુલાકાત જસ્મીન સાથે થઈ હતી આ મુલાકાત બાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ઘણાં આગળ વધી ગયા હતા.
જસ્મીને શ્રદ્ધાની અમેરિકા જવાની વાત સાંભળીને પોતાના સારા કોન્ટેક્ટ્સ હોવાની વાત કરીને તેને પોતાની જાળમાં ફસાવી હતી. જ્યારે શ્રદ્ધાને માલુમ પડ્યું કે જસ્મીન પરણેલો છે તો તેણે સંબંધો પર પૂર્ણ વિરામ મૂકી દીધો હતો. પરંતુ જસ્મીનને ખ્યાલ હતો કે તેની પાસે અમેરિકાના મુદ્દે ફરી એકવાર શ્રદ્ધાની નજીક પહોંચી શકે છે અને ફરી બન્ને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા.
આ દરમિયાન જસ્મીને પોતાના એજન્ટો સાથેના સંપર્કની વાત કરી હતી અને તેના માટે શ્રદ્ધાને બેંક બેલેન્સ બનાવવાની સલાહ આપી હતી. પોતાના અને શ્રદ્ધા વચ્ચેનું અંતર યથાવત રાખવા માટે પોતે પત્ની સાથે છૂટાછેડા લઈ લેશે તેવી વાત પણ તેણે શ્રદ્ધા સાથે કરી હતી. આ સાથે તેણે શ્રદ્ધા સાથે લગ્ન કરી લેવાની લાલચ પણ આપી હતી.
પોતાની સાથે લગ્ન કરશે અને અમેરિકા મોકલવામાં મદદ કરશે તેવું માનીને શ્રદ્ધાએ ટૂકડે-ટૂકડે બેંકમાં ૬૫ લાખ રૂપિયા જેટલી રકમ જમા કરાવી હતી, આ પછી વર્ષ ૨૦૨૧થી સપ્ટેમ્બર ૨૦૨૩ સુધીમાં જસ્મીને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા અને એટીએમનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડી લીધા હતા, આ સિવાય સોનાનું બિસ્કિટ પણ યુવતીને તેની પાસેથી લઈ લીધું હતું. જાેકે, શ્રદ્ધાએ અમેરિકા જવાની કોઈ પ્રક્રિયા આગળ ન વધતા પોતાના ૬૫ લાખ રૂપિયા અને ૧૦ તોલા સોનું જસ્મીન પાસે પરત માગ્યા હતા.
આ પછી યુવકે તેને સહીઓ કરવાની અને પોતાની સાથે પડાવેલા ફોટો વાયરલ કરવાની ધમકીઓ પણ આપી હતી. લાંબો સમય અને વિવિધ ઉતાર-ચઢાવ છતાં જસ્મીન પાસેથી શ્રદ્ધાને પોતાના રૂપિયા અને સોનું ન મળતા આખરે તેણે આ મામલે માણસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે આ મામલે તપાસમાં મહત્વના ખુલાસા થઈ શકે છે. SS3SS